અમદાવાદ, 7 ઓગસ્ટઃ ટોરન્ટ ફાર્માએ જૂન-23ના અંતે પુરાં થયેલા પ્રથમ ત્રિમાસિક માટે આવકો 10 ટકા વૃદ્ધિ સાથે રૂ. 2591 કરોડ (રૂ. 2347 કરોડ) અને ચોખ્ખો નફો 7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 378 કરોડ (રૂ. 354 કરોડ) નોંધાવ્યો છે. કંપનીએ આ ગાળા દરમિયાન આરએન્ડડી સ્પેન્ડિંગ માટે રૂ. 129 કરોડ (રૂ. 122 કરોડ) ફાળવ્યા હતા. જે 6 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીના ગ્રોસ માર્જિન્સ 74.9 ટકા સાથે Op. EBITDA 30.5 ટકાની સપાટીએ નોંધાવ્યા છે.

કંપનીની નાણાકીય કામગીરી

DetailsQ1 FY24 Q1 FY23 
RESULTSRs cr%Rs cr%YoY%
Revenue2,591 2,347 10%
Gross Margins194175%168772%15%
Op EBITDA79131%71230%11%
PAT37815%35415%7%
R&D spend1295%1225%6%

ભારતમાં કંપનીની કામગીરીઃ હાઇલાઇટ્સ

ભારતની આવક રૂ. 1,426 કરોડ પર 14.5% વધી

AIOCD સેકન્ડરી ડેટા મુજબ, ક્વાર્ટર માટે ટોરેન્ટની વૃદ્ધિ ટકા,સામે IPM  ગ્રોથ 4%

ડાયાબિટીસ થેરાપી (OAD) રેન્ક હવે સુધરીને 6મા સ્થાને (ગત વર્ષે 9માથી) નોંધાયો છે

ક્યુરેટિયો પોર્ટફોલિયો પીસીપીએમમાં સુધારા સાથે ડબલ ડિજિટમાં વૃદ્ધિ કરવાનું ચાલુ રાખે છે.

બ્રાઝિલની આવક રૂ. 190 કરોડ હતી, જે 3% વધી હતીયુએસની આવક રૂ. 293 કરોડ હતી, જે 2% ઘટી હતી