અમદાવાદ, 10 નવેમ્બરઃ ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે તે અનુસાર

કામગીરીમાંથી આવક

Q2 FY 2023-24માં ₹ 6,961 crs (Q2 FY 2022-23માં ₹ 6,703 crs) 4%ની વૃદ્ધિ

H1 FY 2023-24 માં ₹ 14,289 crs (H1 FY 2022-23 માં ₹ 13,213 crs) 8%ની વૃદ્ધિ

EBITDA

Q2 FY 2023-24માં ₹ 1,330 crs (Q2 FY 2022-23માં ₹ 1,258 crs) 6%ની વૃદ્ધિ

H1 FY 2023-24માં ₹ 2,600 crs (H1 FY 2022-23માં ₹ 2,427 crs) 7%ની વૃદ્ધિ

કુલ વ્યાપક આવક

Q2 FY 2023-24માં ₹ 531 crs (Q2 FY 2022-23માં ₹ 485 crs) 9%ની વૃદ્ધિ

H1 FY 2023-24માં ₹ 1,065 crs (H1 FY 2022-23 માં ₹ 988 crs) 8%ની વૃદ્ધિ

y-o-y ધોરણે ત્રિમાસિક ગાળા માટે કુલ વ્યાપક આવકમાં સુધારાના મુખ્ય કારણો નીચે મુજબ છે.

ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સમાં મર્ચન્ટ પાવર વેચાણના યોગદાનમાં વધારો; લાઇસન્સ પ્રાપ્ત વિતરણ વ્યવસાયો તરફથી યોગદાનમાં વધારો; ક્ષમતા વધારા અને ઉચ્ચ પવન પીએલએફને કારણે નવીનીકરણીય વ્યવસાયો તરફથી ઉચ્ચ યોગદાન; કર ખર્ચમાં ઘટાડો; એલએનજીના વેપારથી નીચો ચોખ્ખો નફો; નાણા ખર્ચ અને અવમૂલ્યન ખર્ચમાં વધારો. ₹ 25,694 Crsનું ટર્નઓવર ધરાવતી ટોરેન્ટ પાવર કંપની એ ₹ 37,600 કરોડનું ટર્નઓવર ધરાવતાં ટોરેન્ટ ગ્રૂપની સંકલિત પાવર યુટિલિટી, પાવર વેલ્યુ ચેઇન – જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સાથે સમગ્ર દેશમાં હાજરી સાથે પાવર સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાંની એક છે.

મનોજ જૈનની ટોરેન્ટ ગેસના MD તરીકે નિયુક્તિ

સમગ્ર દેશમાં 34 જીલ્લાઓમાં ગેસનું વિતરણ કરવાની અધિકૃતતા સાથે દેશની અગ્રણી CGD પ્લેયર ગણાતી ટોરેન્ટ ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મનોજ જૈનની નિયુક્તિ કરાઇ છે.  આ પહેલા, જૈન ફેબ્રુઆરી 2020 થી ઓગસ્ટ 2022 સુધી ગેઈલ (ઈન્ડિયા) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. જૈન એક અનુભવી બિઝનેસ લીડર છે અને ગેઈલની અંદર અનેક ક્ષેત્રોમાં ઉત્તમ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેલ અને ગેસ ક્ષેત્રના નિષ્ણાત જૈન બિઝનેસ ડેવલપમેન્ટ, ગેસ માર્કેટિંગ, પ્રોજેક્ટ્સ, પેટ્રોકેમિકલ્સ અને પાઇપલાઇન ઇન્ટિગ્રિટી મેનેજમેન્ટના ક્ષેત્રોમાં સમૃદ્ધ અને વૈવિધ્યસભર અનુભવ ધરાવે છે. ઓપરેશન મેનેજમેન્ટમાં MBA સાથે મિકેનિકલ એન્જિનિયર જૈન 1985માં ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેઇની તરીકે ગેઇલમાં જોડાયા અને તેના સીએમડી સુધીની સિદ્ધિઓ હાંસલ કરી હતી.

ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતાએ જણાવ્યું હતું કે જૈન એક સાબિત નેતા છે અને તેલ અને ગેસ ઉદ્યોગમાં ખૂબ આદર ધરાવે છે. ટૂંકા ગાળામાં, ટોરેન્ટ ગેસ ભારતની અગ્રણી CGD કંપનીઓમાંની એક તરીકે ઉભરી આવી છે. અમને વિશ્વાસ છે કે તેમના બહોળા અનુભવથી શ્રી જૈન ટોરેન્ટ ગેસને વધુ ઊંચાઈઓ પર લઈ જશે.