ચેન્નાઈ, 8 મે: TVS મોટરે નાણાકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીની સૌથી વધુ આવક અને નફો નોંધાવ્યો છે. TVS મોટર કંપનીની માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક 24% વધીને રૂ. 8,169 કરોડ (રૂ. 6,605 કરોડ) નોંધાઇ છે. ઓપરેટિંગ EBITDA ગયા વર્ષના ચોથા ક્વાર્ટરના 10.3%ની સરખામણીએ 11.3% છે. કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ ઓપરેટિંગ EBITDA 36 ટકા વૃદ્ધિ સાથે રૂ. 926 કરોડ (રૂ. 680 કરોડ) નોંધાવ્યું છે. કંપનીનો કર પહેલાંનો નફો (PBT) 23% વધીને રૂ. 672 કરોડ રૂ. 547 કરોડ) નોંધાયો છે.

સંપૂર્ણ વર્ષની કામગીરી:નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, કામગીરીમાંથી આવક 20% વધીને રૂ. 31,776 કરોડ (રૂ. 26,378 કરોડ) નોંધાઇ છે. ઓપરેટિંગ EBITDA ગયા વર્ષ કરતાં 11.1% ના દરે 100bps સુધર્યું છે. માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે PBT 39% વધીને રૂ. 2,781 કરોડ (રૂ. 2,003 કરોડ) નોંધાયા હતા. માર્ચ 2024ના અંતે પૂરા થયેલા વર્ષ માટે PAT રૂ. 2,083 કરોડ ( રૂ.1,491 કરોડ) નોંધાવ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)