ગુજરાત પોલિસોલ કેમિકલ્સ રૂ. 4140 કરોડનો આઇપીઓ લાવશે


કંપની વિશે


ગુજરાતની વાપી સ્થિત ગુજરાત પોલિસોલ કેમિકલ્સ ભારતમાં ઇન્ફ્રા-ટેક (કન્સ્ટ્રક્શન), એગ્રો, ડાઇઝ અને લેધર ઇન્ડસ્ટ્રીઝ માટેના કેમિકલ્સ સેક્ટરની અગ્રણી કંપની છે. ડાય- પિગમેન્ટ, ટેક્સટાઇલ, લેધર ઇન્ડસ્ટ્રીઝને પાવડર સર્ફેક્ટન્સ પ્રોવાઇડ કરનારી પણ અગ્રણી કંપની ગણાય છે. કંપની પોલિ કાર્બોક્સિલેટ ઇથર (પીસીઇ) લિક્વિડની પણ અગ્રણી ઉત્પાદક કંપની છે.


ઉત્પાદન ક્ષમતા


કંપની દાદરા અને નગર હવેલી- દમણ તથા દીવ ઉપરાંત વાપી અને સારીગામ ખાતે ત્રણ ઉત્પાદન પ્લાન્ટ્સ ધરાવે છે. તેની એકત્રિત ઉત્પાદન ક્ષમતા 130400 MT પ્રતિવર્ષની છે.


ઇશ્યૂની સાઇઝ રૂ. 4140 કરોડની રહેશે

કંપનીના પ્રમોટર્સ ગ્રૂપ તેનું શેરહોલ્ડિંગ વેચીને રૂ. 3270 કરોડના શેર્સ ઓફર કરવા જઇ રહ્યા છે. તે ઉપરાંત રૂ. 870 કરોડને ફ્રેશ ઇશ્યૂ પણ ઓફર કરશે. આમ કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 4140 કરોડની રહેશે. ઇશ્યૂ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ કંપની ચોક્કસ દેવાઓની ચૂકવણી તેમજ જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરશે.


કંપનીની નાણાકીય કામગીરી એક નજરે


માર્ચ-21ના અંતે પુરાં થયેલા વર્ષ માટે કંપનીની આવકો સાધારણ ઘટી છે. જોકે, EBITDA Margin અને ચોખ્ખા નફામાં વધારો થયો છે.

કંપનીનો નફો રૂ. 398.39 કરોડ થયો

(`₹ in Millions)FY21FY20
Revenue3,796.064,404.56
Adjusted EBITDA643387
EBITDA Margin (%)16.94%8.78%
PAT398.39201.85
RoNW (%)32.02%26.53%
ROCE (%)27.95%22.19%
Basic EPS20.9815.3