NCDEX ખાતે સ્ટીલ તથા હળદરમાં ઉપલી સર્કિટ, ઇસબગુલનાં ભાવમાં ઘટાડો
મુંબઇ, ૧૨ મે: અમુક ચોક્કસ કોમોડિટીમામ ખરીદી નીકળતાં વાયદા બજારોમાં પણ ઐ કોમોડિટીનાં ભાવ વધ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૮૧ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા.
NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે સ્ટીલમાં છ થી નવ ટકાની તથા હળદરનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૬૭ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૩૨ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ઇસબગુલ તથા જીરુનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, કપાસ, સ્ટીલ અને હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૯૧૯ રૂ. ખુલી ૫૮૩૬ રૂ., દિવેલનાં ભાવ ૧૨૧૭ રૂ. ખુલી ૧૨૧૭ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૬૮૩ રૂ. ખુલી ૨૭૧૦ રૂ., ધાણા ૬૭૭૪ રૂ. ખુલી ૬૮૨૨ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૫૨ રૂ. ખુલી ૫૭૧૦ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૪૮૦ રૂ. ખુલી ૧૧૫૮૫ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૭૦૦ રૂ. ખુલી ૨૪૬૩૫ રૂ., જીરાનાં ભાવ ૪૭૭૫૦ રૂ. ખુલી ૪૭૧૧૦ રૂ., કપાસનાં ભાવ ૧૬૦૩.૦૦ રૂ. ખુલી ૧૬૦૮. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૫૪૭૦ ખુલી ૪૫૯૨૦ રૂ. અને હળદરનાં ભાવ ૭૪૮૦ રૂ. ખુલી ૭૮૩૬ રૂ. બંધ રહ્યા હતા.