અમદાવાદઃ યુએસ ફેડે વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટ (BPS)નો વધારો કર્યો છે. તેને અનુલક્ષીને RBI પણ વ્યાજદરમાં 35-50 BPS સુધીનો વધારો કરે તેવી દહેશત આર્થિક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

ફેડે તા. 2 નવેમ્બના રોજ શોર્ટટર્મ રેન્જ રેટ 3.75-4 ટકા કર્યો છે. જેના કારણએ મોર્ગેજ તેમજ અન્ય કન્ઝ્યુમર તથા બિઝનેસ લોન્સને વિપરીત અસર પડવાની દહેશત સેવાય છે.

ભારતીય શેરબજારો જોકે, યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં 75 BPSનો વધારો કરાશે તેવી અપેક્ષા સેવી રહ્યા હતા.

RBI તેની આગામી એમપીસી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરતી વખતે જોકે સ્થાનિક તેમજ વૈશ્વિક પરીબળોને ધ્યાનમાં લઇને નિર્ણય લેશે. તેને યુએસ ફેડ સાથે સાંકળી શકાય નહિં તેવું મોટાભાગના નિષ્ણાતોનું માનવું પણ છે. RBI આગામી ડિસેમ્બર પોલિસી બેઠકમાં નિર્ણય લેશે. જો વધારો થાય તો રેટ્સ જાન્યુઆરીમાં 6.5 ટકા સુધી પહોંચવાની શક્યતા ગ્રીન લાઇન પોર્ટફોલિયોના ફાઉન્ડર શર્માએ વ્યક્ત કરી છે.