સરકારી પ્રોત્સાહનના અભાવે વેદાંતાનો $20 અબજનો ચીપમેકિંગ પ્લાન્ટ ઘોંચમાં

નવી દિલ્હી, 6 એપ્રિલઃ સરકારી પ્રોત્સાહનોના અભાવે વેદાન્તા જૂથની ભારતમાં $19 બિલિયનનો ચીપમેકિંગ પ્લાન્ટ બનાવવાની યોજના ખોરવાઈ રહી છે કારણ કે તેમનું સાહસ ટેક્નોલોજી ભાગીદારને સુરક્ષિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે અને સરકાર તરફથી નાણાકીય પ્રોત્સાહનો મેળવવામાં પડકારોનો સામનો કરી રહ્યો છે. અગ્રવાલે તેની વેદાંતા રિસોર્સિસ લિમિટેડ અને તાઈવાનની હોન હે પ્રિસિઝન ઈન્ડસ્ટ્રી વચ્ચે ચીપ માટે પાર્ટનરશિપ કર્યાને 7 મહિના થયા હોવા છતાં હજી આ સાહસે ફેબ્રિકેશન યુનિટ ઓપરેટર અથવા લાયસન્સ મેન્યુફેક્ચરિંગ-ગ્રેડ ટેક્નોલોજી સાથે જોડાણ કર્યું નહિં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ માટે વિશાળ કોમ્પ્લેક્સ કે જેના નિર્માણ માટે અબજો રૂપિયાનો ખર્ચ થાય છે અને ચલાવવા માટે ખૂબ જ વિશિષ્ટ કુશળતાની જરૂર પડે છે તે સ્થાપિત કરવું મુશ્કેલ છે. પરંતુ મેટલ્સ અને માઇનિંગ ગ્રૂપ વેદાંતા અને આઇફોન એસેમ્બલર હોન હે પાસે કોઈ નોંધપાત્ર ચીપમેકિંગ અનુભવ નથી, તેમ છતાં તેઓ સેમિકન્ડક્ટર ઉદ્યોગ બનાવવાની ભારતની મહત્વાકાંક્ષાનો લાભ લેવાનો પ્રયાસ કરનારા પ્રથમ વ્યક્તિઓમાંના એક છે.
સરકારે આ પ્રોજેક્ટ માટે નાણાકીય પ્રોત્સાહનોનું વચન પાળ્યું નથી

વેદાન્તા જૂથ અને અગ્રવાલના ચીપ સ્વપ્નને પૂર્ણ કરવા માટે સરકારી ફંડિંગ મળવુ ચાવીરૂપ છે, કારણ કે તેમનું વ્યાપક સામ્રાજ્ય તીવ્ર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. પોતાના કોમોડિટીઝ બિઝનેસમાં જંગી દેવાના ઢગલાનું વજન ઘટાડવા માટે સંઘર્ષ કરી રહેલા આ અબજોપતિ, મુંબઈ-લિસ્ટેડ વેદાંતા લિમિટેડમાં 5% કરતા ઓછો હિસ્સો વેચવાનું વિચારી રહ્યા છે. વેદાંતાની ગ્લોબલ ફાઉન્ડ્રીઝ ઇન્ક અને STMicroelectronics NV સાથેની ચર્ચાઓ હજી લાયસન્સ ચિપ ફેબ્રિકેશન ટેક્નોલૉજીના કરારમાં પરિણમ્યું નથી.