અમદાવાદ, 7 મેઃ દેશમાં વાહનોના કુલ વેચાણો એપ્રિલમાં 4.03 ટકાનો ઘટાડો નોંધાયો તેની સામે જ્યારે ગુજરાતમાં વાહનોના વેચાણો 4.26 ટકા વૃદ્ધિ જોવા હોવાનું ફાડા રિસર્ચ (FADA Research)ના અહેવાલમાં જણાવાયું છે. ગુજરાતમાં એપ્રિલ દરમિયાન કુલ 28597 પેસેન્જર વાહનો વેચાયા હતાં. જે ગતવર્ષે 26656 યુનિટ સામે 7.28 ટકા વધ્યા હતા. સૌથી વધુ ગ્રોથ થ્રી વ્હિલર્સમાં 69.83 ટકા જોવા મળ્યો હતો. ટુ વ્હિલર્સ સેગમેન્ટમાં 5280 યુનિટ વેચાયા હતા.જે ગતવર્ષે 3109 ટુ વ્હિલર્સ વેચાણ સામે 1.28 ટકા વધ્યા હતા. જો કે, TRAC સેગમેન્ટમાં 31.15 ટકા ઘટાડો નોંધાયો હતો.

FADA ગુજરાત રાજ્યના હેડ હિતેન્દ્ર નાણાવટીએ વેચાણો અંગે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં વાહનોના વેચાણો એકંદરે 4 ટકા ગ્રોથ સાથે આકર્ષક રહ્યા હતા. માર્ચમાં પ્રિ-બાયિંગ તેમજ કમોસમી વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નબળી માગ અને OBD 2A શિફ્ટના કારણે ટુ વ્હિલર્સ સેગમેન્ટમાં નબળો સેન્ટિમેન્ટ જોવા મળ્યો હતો. આગામી સમયમાં વેચાણોમાં વૃદ્ધિ નોંધાવાનો આશાવાદ છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની મદદથી દેશભરના 1436 આરટીઓમાંથી 1350 આરટીઓમાંથી એકત્રિત આંકડાઓ અનુસાર ફાડા રિસર્ચ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

દેશભરમાં એપ્રિલમાં વાહનોના વેચાણો

કેટેગરીએપ્રિલ-એપ્રિલ-22YoY %
2W12,29,91113,26,773-7.30%
3W70,92845,11457.22%
PV2,82,6742,86,539-1.35%
TRAC55,83555,0191.48%
CV85,58783,9871.91%
Total17,24,93517,97,432-4.03%

Source: FADA Research

ગુજરાતમાં એપ્રિલ દરમિયાન વેચાણ એટ એ ગ્લાન્સ

કટેગરીએપ્રિલ-એપ્રિલ-22YoY %
2W89,78388,6501.28%
3W5,2803,10969.83%
CV7,0405,95118.30%
PV28,59726,6567.28%
TRAC2,0092,918-31.15%
Total1,32,7091,27,2844.26%

Source: FADA Research