વિવાંતા ઇન્ડસ્ટ્રીઝની ટ્રિનિટી ગણેશ પ્રાઇવેટ લિ.માં રોકાણ કરવા બોર્ડ મિટિંગ
અમદાવાદ, 28 ડિસેમ્બર: પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્સી અને ટર્નકી સોલ્યુશન્સ પૂરા પાડતી અમદાવાદ સ્થિત વિવાંતા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ટ્રિનિટી ગણેશ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવાનું વિચારી રહી છે (જે અગાઉ ગણેશ કોર્પોરેશન તરીકે ઓળખાતી હતી). શેર સ્વેપ રેશિયો પર વિચારણા કરવા અને મંજૂર કરવા તથા ટ્રિનિટી ગણેશ પ્રાઇવેટ લિમિટેડ માં ઇન્વેસ્ટમેન્ટ મોડલની વધુ ચર્ચા કરવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની શુક્રવારે, 29 ડિસેમ્બરે બેઠક મળશે.
કંપની નેક્સ્ટ-જેન ટેક બિઝનેસ ડ્રોન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, એઆઈ અને રોબોટિક્સ, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન સહિતના નવા વર્ટિકલ્સમાં સાહસ પર ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરીમાં પરિવર્તન લાવવાનું લક્ષ્ય ધરાવે છે. કંપનીએ પહેલેથી જ ડ્રોન અને ઇવી બિઝનેસ પર કામ શરૂ કરી દીધું છે અને આવનારા સમયમાં તેને મોટું બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
2013 માં સ્થપાયેલ, વિવાંતા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ સિવિલ કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ કંપની છે જે જમીન સર્વેક્ષણ અને પ્રાપ્તિ, પ્રોજેક્ટ ડિઝાઇનિંગ, નાણાંકીય અભ્યાસ, ફંડિંગ અને માર્કેટિંગ સર્વિસીઝ સહિતની વિવિધ સર્વિસીઝ પ્રદાન કરે છે. કંપનીએ ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ, એગ્રો આધારિત ખાતર પ્રોજેક્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ટર્નકી પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. કંપની પાસે (1) એપ્લાઇડ ઇન્ટેલિજન્સ પાવર અને (2) દરેક ડિઝાઇનમાં સમાવિષ્ટ શ્રેષ્ઠતા અને નવીનતા સાથે પ્રોજેક્ટ કન્સલ્ટન્સીમાં પણ 6 વર્ષથી વધુનો અનુભવ છે આ ટેક્નોલોજીનું અસંખ્ય પ્રોજેક્ટ્સમાં સફળતાપૂર્વક વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે જેનું વિશ્વભરમાં માર્કેટિંગ ચાલુ છે.
એપ્રિલ 2023માં, કંપનીને ઇવી ચાર્જિંગ અને મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના માટે ઈલેક્ટ્રિક વ્હીકલ ઓર્ગેનાઈઝેશનલ સેન્ટર નોર્થ અમેરિકા કોર્પોરેશન (EVOCNA) પાસેથી 5 મિલિયન ડોલરનો વર્ક ઓર્ડર મળ્યો હતો. કંપની 18-24 મહિનામાં પ્લાન્ટ સ્થાપવાની અને ઓર્ડર મળ્યાની તારીખથી 6-12 મહિનામાં જરૂરી સોફ્ટવેર મેળવવાની અપેક્ષા રાખે છે. કંપની પ્રોજેક્ટની સ્થાપના પછી આશરે 10 મિલિયન યુએસ ડોલર અને તેથી વધુ મૂલ્યના વેચાણ સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે.
13 ફેબ્રુઆરી, 2023 ના રોજ યોજાયેલી કંપનીની એક્સ્ટ્રા-ઓર્ડિનરી જનરલ મીટિંગમાં, કંપનીના સભ્યોએ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના ઓબ્જેક્ટ ક્લોઝના સુધારાને મંજૂરી આપી હતી જે કંપની કૃષિ અને પશુ આહાર, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, ઇન્ડસ્ટ્રીયલ રોબોટિક્સ સિસ્ટમ્સ અને ડ્રોન, ઇલેક્ટ્રિકલ વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન અને અન્ય સહિત અનેક વ્યવસાયોમાં સાહસ કરી શકશે.
કંપની નજીકના ભવિષ્યમાં સાબરકાઠા જિલ્લામાં બાયોગેસ પ્રોજેક્ટ શરૂ કરશે અને બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં 40 MT ક્ષમતા સાથે બાયોગેસ પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરવાની અપેક્ષા રાખે છે. આ પ્રોજેક્ટ્સની કુલ કિંમત રૂ. 12 કરોડ છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)