WEEKLY REVIEW: સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ, સોનું રૂ.563 નરમ, ચાંદી રૂ.37 તેજ
મુંબઈ, 19 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 11 થી 17 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 61,32,119 સોદાઓમાં કુલ રૂ.5,89,872.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.65,173.77 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.524608.18 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 5,56,991 સોદાઓમાં રૂ.35,655.04 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,800ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,030 અને નીચામાં રૂ.58,275 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.563 ઘટી રૂ.58,290ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.314 ઘટી રૂ.47,452 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.36 ઘટી રૂ.5,822ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.578 ઘટી રૂ.58,027ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.70,050ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,891 અને નીચામાં રૂ.69,376 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.37 વધી રૂ.70,018 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.35 વધી રૂ.70,182 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.39 વધી રૂ.70,197 બંધ થયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.91 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે 85,832 સોદાઓમાં રૂ.8,806.37 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.729.20ના ભાવે ખૂલી, રૂ.5.10 ઘટી રૂ.723.60 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.3.50 ઘટી રૂ.196.90 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.11.05 ઘટી રૂ.210ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.3.40 ઘટી રૂ.197.15 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.184.05 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.10.85 ઘટી રૂ.210.30 બંધ થયો હતો.
ક્રૂડ તેલનો વાયદો રૂ.188 લપસ્યો, નેચરલ ગેસ પણ ઢીલુ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 5,02,615 સોદાઓમાં રૂ.20,606.83 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,862ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,946 અને નીચામાં રૂ.6,574 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.188 ઘટી રૂ.6,685 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.186 ઘટી રૂ.6,684 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.229ના ભાવે ખૂલી, રૂ.9.70 ઘટી રૂ.218.90 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 9.4 ઘટી 219.2 બંધ થયો હતો.
કોટન-ખાંડીમાં રૂ.300નો ઘટાડો, મેન્થા તેલમાં વૃદ્ધિ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે રૂ.105.53 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.60,000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,900 અને નીચામાં રૂ.59,800 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.300 ઘટી રૂ.59,920ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.37.40 વધી રૂ.915.90 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.65,174 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.5,24,608 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.11,544.13 કરોડનાં 19,657.823 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.24,110.91 કરોડનાં 3,426.011 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.9,342.23 કરોડનાં 13,805,470 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.11,264.60 કરોડનાં 500,215,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,082.15 કરોડનાં 54,622 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.222.09 કરોડનાં 12,107 ટન તાંબાના વાયદાઓમાં રૂ.4,291.82 કરોડનાં 59,320 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,210.31 કરોડનાં 150,526 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.52.18 કરોડનાં 8,640 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.53.35 કરોડનાં 592.56 ટનનાં કામકાજ થયાં હતાં.