Zaggle, Samhi, R R Cabel આઈપીઓના બ્રોકરેજ વ્યૂહ અને ગ્રે પ્રિમિયમ જાણો
અમદાવાદ, 14 સપ્ટેમ્બર-23: પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓના આકર્ષક પ્રદર્શનના પગલે આઈપીઓ લાવનારી કંપનીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે. આજે વધુ બે ઝેગલ અને સામ્હી હોટલનો આઈપીઓ ખૂલ્યો છે. જ્યારે આર આર કાબેલના આઈપીઓનો બીજો દિવસ છે. આવો જાણીએ કે, આ આઈપીઓ માટે બ્રોકરેજ હાઉસિસ શું મંતવ્ય આપી રહ્યા છે…
ઝેગલ પ્રિપેઈડ ઓશન
આઈપીઓ સાઈઝ | 563.38 કરોડ |
પ્રાઈસ બેન્ડ | 156-164 |
માર્કેટ લોટ | 90 શેર્સ |
તારીખ | 14થી 18 સપ્ટેમ્બર |
ગ્રે પ્રિમિયમ | રૂ. 20 |
બ્રોકરેજ વ્યૂહ કંપની ફિનટેક્ પ્રોડક્ટ્સમાં યુનિકનેસ ધરાવે છે. જેના યુનિક બિઝનેસ અને ફંડામેન્ટલ્સ મજબૂત બનતા નજરે ચડે છે. નવો ફિનટેક્ બિઝનેસ હોવાથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવા સલાહ આપી છે.
સામ્હી હોટલ્સ આઈપીઓ
આઈપીઓ સાઈઝ | 1370.10 કરોડ |
પ્રાઈસ બેન્ડ | 119-126 |
માર્કેટ લોટ | 119 શેર્સ |
તારીખ | 14થી 18 સપ્ટેમ્બર |
ગ્રે પ્રિમિયમ | રૂ. 10 |
બ્રોકરેજ વ્યૂહ કંપની ફંડામેન્ટલી નબળી છે. જે તેની પ્રિમિયમ બ્રાન્ડ્સ સાથે બ્રાન્ડ વેલ્યૂમાં વધારો કરવા સતત પ્રયાસ કરી રહી છે. કંપનીની આવકો સતત વધી છે. ઉંચુ જોખમ ધરાવતા રોકાણકારો રોકાણ કરી શકે છે. અન્યને દૂર રહેવા સલાહ.
આર આર કાબેલ
આઈપીઓ સાઈઝ | 1964.01 કરોડ |
પ્રાઈસ બેન્ડ | 983-1035 |
લોટ | 14 શેર્સ |
તારીખ | 13થી 15 સપ્ટેમ્બર |
ગ્રે પ્રિમિયમ | રૂ. 135 |
બ્રોકરેજ વ્યૂહઃ મજબૂત ફંડામેન્ટલ્સ અને બ્રાન્ડ વેલ્યૂ ધરાવે છે. 2022-23માં માર્જિન પ્રેશર જોવા મળ્યા છે. કંપની છેલ્લા 3 વર્ષથી ડિવિડન્ડ જારી કરી રહી છે. મધ્યમથી લાંબાગાળાના હેતુ સાથે 9 બ્રોકર્સે સબ્સ્ક્રાઈબ કરવા, 1 એ દૂર રહેવા સલાહ આપી છે.