ફાર્મ ઈઝી સહિત વધુ 3 કંપનીઓના આઈપીઓને મંજૂરી

44 આઈપીઓના ડ્રાફ્ટ મંજૂરી માટે પાઇપલાઇનમાં

માર્કેટ રેગ્યુલેટર સેબીએ ફેબ્રુઆરીમાં અત્યારસુધી 10 હજાર કરોડથી વધુના આઈપીઓને મંજૂરી આપી છે. જ્યારે 44 કંપનીઓના ડ્રાફ્ટ હજી મંજૂરી માટે પાઇપલાઇનમાં છે. ફાર્મ ઈઝી સહિત 3 કંપનીઓના આઈપીઓને સેબીએ મંજૂરી  આપી છે. ત્રણેય કંપનીઓ આઈપીઓ મારફત અંદાજિત કુલ રૂ. 8050 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

ડિજિટલ હેલ્થકેર પ્લેટફોર્મ ફાર્મઈઝીની પેરેન્ટ કંપની એપીઆઈ હોલ્ડિંગ્સના રૂ. 6250 કરોડના આઈપીઓને મંજૂરી આપી છે. કંપની પ્રિ-આઈપીઓ હેઠળ રૂ. 1250 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે.

ઉમા એક્સપોર્ટ્સ, કેપિટલ સ્મોલ ફાઈ. બેન્ક, જીસન્સ ઈન્ડસ્ટ્રીઝના 606 કરોડથી વધુની સાઈઝના આઈપીઓને મંજૂરી મળી હતી. ઉમા એક્સપોર્ટ્સ લિ. ફ્રેશ ઈશ્યૂ દ્વારા રૂ. 36 કરોડ, ઓફર ફોર સેલ હેઠળ 1.47 કરોડ ઈક્વિટી શેર્સ વેચશે. કેપિટલ સ્મોલ ફાઈ. રૂ. 450 કરોડ ઉપરાંત 38 લાખ શેર્સ આઈપીઓ હેઠળ જારી કરશે.

જીસન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. આઈપીઓ હેઠળ રૂ. 120 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને 1.21 કરોડના ઈક્વિટી શેર્સ ઓફર ફોર સેલ કરશે.

ફાર્મઈઝી (આઈપીઓ સાઈઝ: 6250 કરોડ):

ઓનલાઈન ફાર્મસી માર્કેટમાં 50 ટકા હિસ્સા સાથે ઈ-ફાર્મસી અને ડાયગ્નોસ્ટિક્સ સેગમેન્ટમાં લીડર ફાર્મઈઝી વર્તમાન વોલેટિલિટી વચ્ચે ઈશ્યૂ સાઈઝમાં ફેરફાર કરી શકે છે. અનલિસ્ટેડ ઝોનમાં શેર્સના પ્રિમિયમ રૂ.50 સુધી ઘટી હાલ 80 આસાપાસ છે. આગામી નાણાકીય વર્ષમાં આઈપીઓ લોન્ચ કરવાની યોજના છે. છે.

સીએમઆર ગ્રીન ટેક્નો (300+OFS)

મેટલ રિસાયક્લિંગ કંપની સીએમઆર ગ્રીન ટેક્નોલોજીસ આઈપીઓ હેઠળ રૂ. 300 કરોડ ફ્રેશ ઈશ્યૂ અને 3.34 કરોડ ઈક્વિટી શેર્સ ઓફર ફોર સેલ અંતર્ગત વેચશે. એલ્યુમિનિયમ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીમાં ટોચનું સ્થાન ધરાવતી CMRના ગ્રાહકો મર્યાદિત છે. તેમજ લોંગ ટર્મ એગ્રિમેન્ટ્સનું પ્રમાણ ઓછું છે. હરીફોની સામે ટકી રહેવા એડવાન્સ ટેક્નોલોજી નહીં અપનાવે તો પડકારો વધશે.

વેલનેસ ફોરેવર મેડિકેર (1500 કરોડ)

દેશની ત્રીજી મોટી રિટેલ ફાર્મસી અને વેલનેસ નેટવર્ક ધરાવતી વેલનેસ ફોરેવરની ઈ સેગમેન્ટની આવકો 45 ટકા સીએજીઆર સાથે કુલ આવકો સતત વધી છે. આદાર પુનાવાલાનની ફાર્મસી ચેઈન વેલનેસમાં 13.2 ટકા હિસ્સો ધરાવતી સિરમ ઈન્સ્ટીટ્યુટ આઈપીઓ હેઠળ પોતાનો અમુક હિસ્સો વેચશે.

LIC-IPOમાં એક કરોડ રિટેલ રોકાણકારો ભાગ લેશે ! દેશનો અત્યાર સુધીના સૌથી મોટો આઈપીઓ દ્વારા રોકાણકારો પાસેથી 25 હજાર કરોડ રૂપિયા એકત્રિત થવાનો અંદાજ છે. આઈપીઓમાં  75 લાખથી 1 કરોડ સુધી રિટેલ રોકાણકાર હિસ્સો લઈ શકે છે.