રોકાણકારોની મૂડીનું પ્રતિબિંબ ગણાતાં બીએસઇ માર્કેટકેપમાં રૂ. 16.38 લાખ કરોડનો વધારો

અમદાવાદઃ 2021નું કેલેન્ડર વર્ષ સમગ્ર વિશ્વ માટે કોવિડ-19 તેમજ સ્લોડાઉન જેવાં ગણ્યાંગાંઠ્યા પડકારો વાળું રહેવા વચ્ચે બીએસઇ સેન્સેક્સે 10000+ પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો. પરંતુ કેલેન્ડર વર્ષ 2022 કોવિડ ક્રાઇસિસ, વર્લ્ડ ઇકોનોમિ સ્લોડાઉ ઉપરાંત ફુગાવો, મોટાભાગની સેન્ટ્રલ બેન્ક્સ દ્વારા વ્યાજદરમાં વધારો, ક્રૂડની કિંમતમાં અસહ્ય વધારો, ડોલરની દાદાગીરી, રશિયા- યુક્રેન જિયોપોલિટિકલ ટેન્શન સહિતના સંખ્યાબંધ પડકારોની સંખ્યામાં વધારો થવા છતાં 1587 પોઇન્ટનો સમખાવા પૂરતો પણ સુધારો તો નોંધાવ્યો જ છે. જોકે, રોકાણકારોની મૂડીનું પ્રતિબિંબ ગણાતાં બીએસઇ માર્કેટકેપમાં રૂ. 16.38 લાખ કરોડનો તગડો વધારો નોંધાવા સાથે માર્કેટકેપ રૂ. 282.38 લાખ કરોડે પહોંચ્યું છે. તો નિફ્ટી-50 વર્ષ દરમિયાન 751 પોઇન્ટ સુધર્યો છે. સેક્ટોરલ્સની વાત કરીએ તો વર્ષ દરમિયાન હેલ્થકેર, આઇટી, ટેકનોલોજી સેક્ટર્સમાં તણાવની સ્થિતિ રહી હતી. તો સામે બેન્કિંગ, ફાઇનાન્સ, રિયાલ્ટી સેક્ટર્સમાં બૂમ- બૂમની સ્થિતિ રહી હતી.

વર્ષ દરમિયાન સેન્સેક્સ- માર્કેટકેપ અને નિફ્ટીની સ્થિતિ

વિગત31 ડિસે.-21વર્ષની ટોચવર્ષની બોટમ31 ડિસે.-22તફાવત
સેન્સેક્સ58254635835092160841+1587
માર્કેટકેપ*266.00289.88236.78282.38+7.50
નિફ્ટી17354188871518318105+751

2022ના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 293 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 18,150ની નીચે; ICICI Bank 2% તૂટ્યો

અમદાવાદ: ઘરેલું શેરબજાર આજે વર્ષ 2022ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ઉતાર-ચઢાવ બાદ રેડ ઝોનમાં બંધ રહ્યું હતું. આજે એફએમસીજી, બેન્ક, ફાઈનાન્શિયલ, ટેકનો, આઈટી, ટેલીકોમ અને ફાર્મા શેરોમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 293 પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 18,100ની ઉપર બંધ રહ્યો હતો. આજે સવારે શેરબજારમાં પોઝિટિવ શરૂઆત થઈ હતી પરંતુ બપોર બાદ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગથી બજારનો સુધારો ધોવાઈ ગયો હતો અને ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 293 પોઈન્ટ્સ ગગડ્યો હતો.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 61,392.68 અને નીચામાં 60,743.71 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 293.14 પોઈન્ટ્સ અથવા 0.48 ટકા ઘટીને 60,840.74 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 18,265.25 અને નીચામાં 18,080.30 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 85.70 પોઈન્ટ્સ અથવા 0.47 ટકા ગગડીને 18,105.30 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. આજે એફએમસીજી, બેન્ક, ફાઈનાન્શિયલ, ટેકનો, આઈટી, ટેલીકોમ અને ફાર્મા શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી, મેટલ અને ઓઈલ-ગેસ શેરોમા લેવાલી જોવા મળી હતી.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.37 ટકા અને 0.76 ટકા વધીને બંધ રહ્યા હતા.

BSE સેન્સેક્સમાં આ શેર્સ વધ્યા

BSE સેન્સેક્સ પેકમાં આજે બજાજ ફિનસર્વના શેરોમાં સૌથી વધુ 2.21 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટાઈટન, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, વિપ્રો, કોટક બેન્ક, ટે મહિન્દ્રા, રિલાયન્સ, એસબીઆઈ અને સન ફાર્માનો સમાવેશ થાય છે.

BSE સેન્સેક્સમાં આ શેર્સ ઘટ્યા

BSE સેન્સેક્સ પેકમાં આજે આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોમાં સૌથી વધુ 1.74 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, એચડીએફસી, લાર્સન એન્ડ ટુબ્રો, નેસ્લે ઈન્ડિયા, આઈટીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવરગ્રીડ, એચડીએફસી બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્કનો સમાવેશ થાય છે.