કરન્સી માર્કેટમાં કેસિનો કલ્ચરઃ ડોલર સામે રૂપિયાનું સૌથી ખરાબ પ્રદર્શન, અન્ય કરન્સી સામે સુધારો

અમદાવાદઃ કરન્સી માર્કેટ છે કે, કેસિનો?  અમેરીકન ડોલર સામે ભારતીય રૂપિયો ઘૂંટણિયાભેર પડીને 11.3 ટકા સુધી તૂટે ત્યારે ચોક્કસ નવાઇ લાગે રૂપિયા ટર્મ્સમાં ડોલર રૂ. 8.39 ટકા મજબૂત થઇ ગયો છે. એટલુંજ નહિં, એશિયાઇ કરન્સી પૈકી સૌથી વધુ ખરાબ પ્રદર્શન રૂપિયાનું રહ્યું હોવાનું ફોરેક્સ નિષ્ણાતોનું માનવું છે. અમેરિકી ફેડ રિઝર્વની આક્રમક નીતિના કારણે ડોલર સામે રૂપિયો 11.3 ટકા તૂટ્યો હતો. રૂ. 8.39ના કડાકા સાથે ભારતીય રૂપિયો સૌથી ખરાબ પ્રદર્શન કરનાર એશિયન કરન્સી રહી હતી. જે 2013 બાદનો સૌથી મોટો વાર્ષિક ઘટાડો હતો.

31 ડિસેમ્બર, 2021ના રોજ ડોલર સામે ડોલર 74.33 પર ટ્રેડેડ હતો. જે 2022ના અંતે 82.72 પર બંધ રહેવા સાથે સૌથી વધુ મજબૂત થયો હતો. વર્ષ દરમિયાન રૂપિયો ઓક્ટોબરમાં 83.27 ડોલરના રેકોર્ડ તળિયે પહોંચ્યો હતો. જ્યારે ડૉલર ઇન્ડેક્સ 2015 પછીની સર્વોચ્ચ સપાટીએ સાથે સતત આગળ વધી રહ્યો હતો. 2023માં રૂપિયામાં ઘટાડો જારી રહેશે. કરન્સી નિષ્ણાતોના મતે ફેડ રિઝર્વનું હોકિશ વલણ ડોલરને વધુ મજબૂત બનાવશે. પરિણામે 2023ના પ્રથમ ક્વાર્ટરમાં ડોલર સામે રૂપિયામાં ઘટાડાનું વલણ જારી રહેશે. ICICI સિક્યોરિટીઝ ડેરિવેટિવ્ઝ રિસર્ચના હેડ રાજ દીપક સિંઘે જણાવ્યું હતું કે, ફેડ ધારણા કરતાં વધુ લાંબા સમય સુધી દરોમાં વધારો જારી રાખી શકે છે અને જો વિકસિત અર્થતંત્રોમાં મંદી લાંબા સમય સુધી રહી તો ભારતની નિકાસને ભારે ફટકો પડી શકે છે, જે રૂપિયા માટે બે મુખ્ય જોખમો છે. મોટાભાગના વેપારીઓ અને વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે પ્રથમ ક્વાર્ટરમાં રૂપિયો ડોલર સામે 81.50-83.50ની રેન્જ વચ્ચે જશે.

2022માં ટોચની કરન્સી સામે રૂપિયાનું વલણ

કરન્સી31-12-2131-12-22તફાવત
ડોલર74.3382.72-8.39
યુરો84.7588.38-3.63
પાઉન્ડ100.8499.61+1.23
યુઆન0.640.63+0.1
ઓસ્ટ્રેલિયન ડોલર54.8756.25-1.38