2023: સોનામાં 53000 અને ચાંદીમાં રૂ. 64500ના સપોર્ટ લેવલ્સ
અમદાવાદઃ વિદાય લઇ રહેલા ઇ.સ. 2022 દરમિયાન સોના ચાંદીએ કોમોડિટી માર્કેટમાં ભાગ લઇ રહેલાં તમામને અદ્ઘરતાલ રાખ્યા હતા. કોમેક્સ ગોલ્ડમાં 1935 ડોલરની હાઇ અ 1630 ડોલરની લોઅર સપાટીઓ જોવાઇ જ્યારે ચાંદીમાં 25 ડોલરની હાઇ અને 18 ડોલરની લોઅર સપાટીઓ જોવા મળી હતી. વાર્ષિક ધોરણે જોઇએ તે સોનામાં -2 ટકા અને ચાંદીમાં 2 ટકાનું રિટર્ન નોંધાયું છે. એમઓએફએસએલ દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલ અનુસાર ડોલર ઇન્ડેક્સની મૂવમેન્ટ, યિલ્ડ, વિવિધ સેન્ટ્રલ બેન્ક્સની એગ્રેસિવ મોનેટરી પોલિસી ફુગાવાનું સતત વધી રહેલું પ્રેશર, જિયો પોલિટિકલ ક્રાઇસિસના કારણે વોલેટિલિટી સતત જળવાઇ રહી હતી. જોકે, સ્થાનિક બજારોની વાર્તા થોડી અલગ છે. કારણે ઘરઆંગણેMCX ખાતે આ બધાં ફેક્ટર્સ કરતાં પણ ડોલર સામે રૂપિયામાં સતત ઘસારો તેમજ સોના ઉપરની કસ્ટમ ડ્યુટીમાં 5 ટકાનો વધારોની વધુ ઇફેક્ટ જોવા મળી હતી. 2022નું વર્ષ પેન્ડેમિક ફિયર્સ સાથે શરૂ થયું અને સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે સેફ હેવન એસેટ્સ ગણાતાં સોના- ચાંદીમાં સ્થિર સુધારાની ચાલ રહી હતી.
ETF ફ્લો નેગેટિવ પણ રિટર્ન પોઝિટિવ રહ્યાં
જોકે, ETF ફ્લો માર્કેટ માટે નિરાશાજનક રહેવા સાથે સેન્ટિમેન્ટને થોડેઘણે અંશે ખરડ્યું હતું. કારણકે વાર્ષિક ધોરણે SPDR હોલ્ડિંગમાં -6 ટકાનું નકારાત્મક રિટર્ન જોવાયું જ્યારે ચાંદીમાં ishares હોલ્ડિંગમાં -12 ટકા નેગેટિવ રિટર્ન નોંધાયું. જોકે, સ્થાનિક ધોરણે સોના- ચાંદીના ETFમાં સારો દેખાવ રહેવા સાથે અનુક્રમે 12 ટકા અ 15 ટકા આસપાસ રિટર્ન રહ્યું હોવાનું MOFSLના સિનિયર વીપી, કરન્સી, નવનીત દામાણીએ જણાવ્યું હતું.
બુલિયન આઉટલૂક ફોર 2023
Gold- Silver રેશિયો 97ની ટોચથી ઘટી 75 થઇ ગયો છે. જે ચાંદીમાં અપમૂવ માટે સપોર્ટિવ ગણાવી શકાય. ગ્રીન ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડમાં સતત વૃદ્ધિના પગલે ચાંદીમાં 2023નું વર્ષ સુધારાનું રહેવાની શક્યતા જણાય છે. સોનામાં રૂ. 53000 અને ચાંદીમાં રૂ. 64500ની મહત્વની ટેકાની સપાટી ગણાવી શકાય. જે હમણાં જ હાંસલ કરી છે. હવે બન્ને મેટલ્સમાં સુધારો થોડો હળવો થવાની શક્યતા છે. જોકે, મધ્યમથી લાંબાગાળા માટે સોનામાં રૂ. 58000 અને ચાંદીમાં રૂ. 73000- 82000ના ટાર્ગેટ્સ મૂકી શકાય.
સોના-ચાંદી અને ડોલર/રૂપિ ટાર્ગેટ્સ ફોર 2023
વિગત | સપોર્ટ | ટાર્ગેટ |
સોનું | 53000 | 58000 |
ચાંદી | 64500 | 72000-82000 |
ડોલર/રૂપિયો | 82-84.50 | 81.50-84.50 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)