ઝાયડસ લાઇફસાયન્સિસે ઇન્ફ્લુએન્ઝા વાયરસ (સધર્ન હેમિસ્ફિયર 2025)ના નવા સ્ટ્રેન સામે સુરક્ષા લોન્ચ કરી
અમદાવાદ, ભારત, 28 ફેબ્રુઆરીઃ અગ્રણી ડિસ્કવરી-બેઝ્ડ ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ 2025 સધર્ન હેમિસ્ફિયરમાં ઉપયોગ માટે ક્વોડ્રિવેલેન્ટ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ વેક્સિનના ડબ્લ્યુએચઓ દ્વારા ભલામણ કરાયેલા કમ્પોઝિશન મુજબ સિઝનનું પહેલું ભારતનું ફ્લુ પ્રોટેક્શન લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીની ક્વોડ્રિવેલેન્ટ ઇનએક્ટિવેટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન VaxiFlu-4 A/Victoria/4897/2022 (H1N1)pdm09 જેવા વાઇરસ, A/Croatia/10136RV/2023 (H3N2) જેવા વાઇરસ, B/Austria/1359417/2021 (B/Victoria lineage) જેવા વાઇરસ, B/Phuket/3073/2013…
