અમદાવાદ, 11 એપ્રિલઃ તા. 8 માર્ચના રોજ 60000 પોઇન્ટ ઉપર બંધ રહેલો સેન્સેક્સ 21 દિવસના વિરામ બાદ ફરી એકવાર 60000 પોઇન્ટની સપાટી ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો છે. એટલું જ નહિં, સળંગ સાત દિવસના સુધારામાં 2544 પોઇન્ટની રિકવરી પણ નોંધાવી છે. મંગળવારે વધુ 311.21 પોઇન્ટના સુધારા સાથે 60157.72 પોઇન્ટની સપાટીએ બંધ રહેલો સેન્સેક્સ ઇન્ટ્રા-ડે વધી  60,267.68 પોઇન્ટની ટોચે પહોંચ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ સવારે 17704.80 પોઇન્ટની સપાટીએ ખુલી એક તબક્કે 17748.75 પોઇન્ટ થઇ છેલ્લે 17722.30 પોઇન્ટની સપાટીએ 98.25 પોઇન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો.

ટેકનિકલી સેન્સેક્સ 60000 અને નિફ્ટી 17700ની ટેકનિકલ હર્ડલ ક્રોસ

ટેકનિકલ એનાલિસિસ અનુસાર સેન્સેક્સે 60000 પોઇન્ટ્સ અને નિફ્ટીએ 17700 પોઇન્ટ્સની ટેકનિકલ હર્ડલ્સ ક્રોસ કરી લીધી છે. હવે જો 17845 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ નિફ્ટી ક્રોસ કરશે તો 18000 પોઇન્ટ સુધીની સફર આરામથી પાર પાડી શકે તેવું ટેકનિકલ નિષ્ણાતો તેમજ બજાર પંડિતો જણાવી રહ્યા છે.

માર્કેટબ્રેડ્થ, સેન્ટિમેન્ટ બન્ને પોઝિટિવ બન્યા

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30219
બીએસઇ365922441303

બેન્કેક્સ, ઓટો, મેટલ, ઓઇલ અને પાવર શેર્સમાં તેજીનો કરંટ

મંગળવારે બેન્કેક્સ, ઓટો, મેટલ, ઓઇલ અને પાવર શેર્સમાં તેજીનો કરંટ જોવા મળ્યો હતો. જ્યારે આઇટી, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેકનોલોજી ઇન્ડેક્સમાં નરમાઇ જોવા મળી હતી. જોકે, સ્મોલકેપ અને  મિડકેપ ઇન્ડાઇસિસમાં અડધા ટકાથી ઓછો સુધારો નોંધાયો હતો.

SENSEX AFTER 21 DAYS CROSSED 60000 POINTS PSYCHOLOGICAL LEVEL

DateOpenHighLowClose
28/03/202357,751.5057,949.4557,494.9157,613.72
29/03/202357,572.0858,124.2057,524.3257,960.09
31/03/202358,273.8659,068.4758,273.8658,991.52
3/04/202359,131.1659,204.8258,793.0859,106.44
5/04/202359,094.7159,747.1259,094.4059,689.31
6/04/202359,627.0159,950.0659,520.1259,832.97
10/04/202359,858.9860,109.1159,766.2359,846.51
11/04/202360,028.6060,267.6859,919.8860,157.72

સેન્સેક્સ પેકમાં કોટક બેન્ક, તાતા સ્ટીલ અને ITC ઝળક્યા

સેન્સેક્સ પેકની 30 પૈકી 21 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી કોટક મહિન્દ્રા બેન્ક સૌથી વધુ 5.04 ટકા ઉછળ્યો હતો. તાતા સ્ટીલ 2.43 ટકા, આઇટીસી 1.90 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 1.65 ટકા, મારૂતિ 1.42 ટકા, બજાજ ફીનસર્વ 1.41 ટકા, મહિન્દ્રા 1.32 ટકા, એસબીઆઇ 1.08 ટકા સુધર્યા હતા. સામે ટીસીએસ 1.50 ટકા, ઇન્ફોસિસ 1.42 ટકા, એચસીએલ ટેક 1.41 ટકા ઘટ્યા હતા.