અમદાવાદ, 19 મેઃ ચાલુ કેલેન્ડર વર્ષ 2023માં અત્યારસુધીમાં મૂડીબજારમાં પ્રવેશેલા આઇપીઓની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર 16 આઇપીઓ સાથે ટોપ ઉપર ગુજરાત 11 આઇપીઓ સાથે બીજા ક્રમે રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ જોઇએ તો ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની સંખ્યા, રોકાણકારોની સંખ્યા, રોકાણની રકમ તેમજ સબસ્ક્રીપ્શન સહિતની તમામ બાબતોમાં ટોચે રહ્યા છે. જોકે, નોંધપાત્ર બાબત એ છે કે, તેલંગણા, હરીયાણા, મધ્યપ્રદેશમાં પણ ધીરે પ્રાઇમરી તેમજ સેકન્ડરી માર્કેટમાં ઇન્વોલ્વમેન્ટ વધી રહ્યું હોવાનું જોવા મળ્યું છે.

રાજ્ય20232022202120201919
ગુજરાત113915616
મહારાષ્ટ્ર1633432326
દિલ્હી8138310
પ. બંગાળ41172
તામિલનાડુ47112
કર્ણાટક6523
રાજસ્થાન4511
તેલંગણા15721