મુંબઇ, ૯ જુન: નીચા મથાળે હાજર બજારોમાં ખપપુરતી લેવાલી નીકળતાં ચોક્કસ કોમોડિટીનાં વાયદામાં પણ માહોલ ગરમાયો હતો. જોકે ગુવાર કોમ્પ્લેક્ષ નરમ હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬૦ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ઇસબગુલ તથા ગુવાર ગમનાં અમુક વાયદામાં ચાર  થી છ ટકાની નીચલી સર્કિટો લાગી હતી. આજે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૫૭ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૫૬ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, હળદર તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણાં, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, જીરૂ તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૫૪૭ રૂ. ખુલી ૫૫૮૬  રૂ., દિવેલનાં ભાવ ૧૧૩૩ રૂ. ખુલી ૧૧૩૩ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૪૯૩ રૂ. ખુલી ૨૫૧૧ રૂ., ધાણા ૬૦૦૦ રૂ. ખુલી ૫૯૪૪ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૩૬૯ રૂ. ખુલી ૫૨૩૬ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૫૬૦  રૂ. ખુલી ૧૦૨૬૬ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૩૮૦૦ રૂ. ખુલી ૨૩૩૨૫ રૂ.,  જીરાનાં ભાવ ૪૭૫૧૫ રૂ. ખુલી ૪૬૬૧૦ રૂ., કપાસનાં ભાવ ૧૫૧૧.૦૦ રૂ. ખુલી ૧૫૦૯. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૭૩૦ ખુલી ૪૬૮૯૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૫૫૬  રૂ. ખુલી ૭૬૨૬ રૂ. બંધ રહ્યા હતા.