બજાજ ફિનસર્વ AMCએ લિક્વિડ ફંડ અને ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કર્યું
મુંબઈ/પુણે, 29 જૂન: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે બજાજ ફિનસર્વ લિક્વિડ ફંડ અને બજાજ ફિનસર્વ ઓવરનાઈટ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં દાખલ કરેલી પ્રથમ સાત સ્કીમ્સમાંથી આ બે સ્કીમ્સ છે. એનએફઓનો સમયગાળો: 29 જૂનથી 4 જુલાઈ 2023 રહેશે.
લિક્વિડ ફંડ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે જે 91 દિવસ સુધીની મહત્તમ પાકતી મુદત સાથે ડેબ્ટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે અને તે ઇમરજન્સી ફંડ બનાવવા માટે યોગ્ય છે કારણ કે તે સરળ લિક્વિડિટી અને ઝડપી રિડેમ્પશન વિકલ્પો પ્રદાન કરે છે.
ઓવરનાઈટ ફંડ ઓવરનાઈટ પાકતી મુદત સાથેના મની માર્કેટ અને ડેબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. આ ફંડ એવા ઉદ્યોગસાહસિકો અને કોર્પોરેટ્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેમને તેમનું મોટી રકમનું ભંડોળ યોગ્ય રોકાણ થાય નહીં ત્યાં સુધી ટૂંકા ગાળા માટે સતત રોકાણ કરવાની જરૂર પડે છે.
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગણેશ મોહને જણાવ્યું કે, પ્રવાહિતા અને વળતર બંનેને સંતુલિત કરવા માટે લિક્વિડ ફંડ એ એક સરસ રીત છે જ્યારે ઓવરનાઈટ ફંડ્સ ખાતરી કરે છે કે તમારા નાણા થોડા દિવસોના ટૂંકા ગાળાના રોકાણમાં પણ વધે છે. આ બંને ડેટ ફંડ રિટેલ, એચએનઆઈ અને સંસ્થાકીય રોકાણકારો માટે ડિઝાઈન કરાયા છે અને તે 20,000થી વધુ મ્યુચ્યુઅલ ફંડ વિતરકો તેમજ કંપનીની ડિજિટલ ચેનલો દ્વારા ઉપલબ્ધ થશે.