વિવાદો વચ્ચે ક્રિપ્ટો એટીએમની સંખ્યા અનેકગણી વધી
77 દેશોમાં 37905 ક્રિપ્ટો એટીએમ, રોજિંદા 37 એટીએમ સ્થાપિત થાય છે. ક્રિપ્ટો એટીએમની સંખ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. 77 દેશોમાં કુલ 37905 ક્રિપ્ટો એટીએમ સ્થાપિત છે. કોઈન એટીએમ રડારના રિપોર્ટ અ્નુસાર, એક દિવસમાં ક્રિપ્ટો કરન્સીના સરેરાશ 37 એટીએમ નવા બને છે. 1 જૂન દરમિયાન વિશ્વભરમાં કુલ 37816 ક્રિપ્ટો એટીએમ હતા. જે એક અઠવાડિયામાં 8 જૂન સુધી 89 એટીએમ ઉમેરાયા હતા. 1 જાન્યુઆરી, 2014માં વિશ્વમાં માત્ર 8 બિટકોઈનના એટીએમ હતા. જે એક વર્ષમાં 96 ટકા વધી 2015માં 329 બિટકોઈન એટીએમ ઉભા થયા હતા. 2016માં 35 ટકા વૃદ્ધિ સાથે 503 એટીએમ, 2017માં 48 ટકા વૃદ્ધિ સાથે 968 ક્રિપ્ટો એટીએમ થયા હતા. 2021માં અનેકગણા વધી 37 હજારની સપાટી ક્રોસ થઈ હતી.
614 ઓપરેટર્સ એટીએમનું સંચાલન કરે છે
વિશ્વભરમાં સ્થાપિત 37 હજાર ક્રિપ્ટો એટીએમનું સંચાલન માત્ર 614 ઓપરેટર્સ દ્વારા થાય છે. જેમાં 70 ટકા (26516) ક્રિપ્ટો એટીએમ સંચાલન ટોચના 10 ઓપરેટર્સ દ્વારા થાય છે. બાકીના 11358 ક્રિપ્ટો એટીએમ નાના-મોટા 604 ઓપરેટર્સ દ્વારા ચલાવવામાં આવે છે.
ટોચના દસ ઓપરેટર્સ
ઓપરેટર | એટીએમ |
બિટકોઈન ડેપો | 6961 |
કોઈનક્લાઉડ | 5631 |
કોઈનફ્લિપ | 3716 |
બિટકોઈન ઓફ અમેરિકા | 2052 |
બીટસ્ટોપ | 1845 |
રોકઈટકોઈન | 1688 |
કોઈનસોર્સ | 1602 |
બાઈટફેડરલ | 1274 |
નેશનલ બિટકોઈન | 897 |
લોકલકોઈન | 850 |
95 ટકા ક્રિપ્ટો એટીએમ ઉત્તર અમેરિકામાં
દેશ | એટીએમ |
ઉત્તર અમેરિકા | 36038 |
યુરોપ | 1420 |
એશિયા | 266 |
ઓસિયાના | 62 |
દક્ષિણ અમેરિકા | 93 |
આફ્રિકા | 26 |