EMSનો આઈપીઓ અંતિમ દિવસે 76.20 ગણો જ્યારે, Chavda Infraનો ઈશ્યૂ પ્રથમ દિવસે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ
EMS IPO સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન (x) |
QIB | 149.98 |
NII | 84.38 |
Retail | 30.54 |
Total | 76.20 |
અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ વોટર અને વેસ્ટવોટર કલેક્શન, ટ્રિટમેન્ટ અને ડિપોઝલ સર્વિસિઝ પ્રદાન કરતી ઈએમએસનો આઈપીઓ ઈશ્યૂ આજે કુલ 76.20 ગણા ભરણા સાથે બંધ થયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 149.98 ગણો ભરાયો છે. એનઆઈઆઈ પોર્શન 84.38 ગણો, જ્યારે રિટેલ 30.54 ગણો ભરાયો હતો.
EMS IPOના શેર એલોટમેન્ટ 15 સપ્ટેમ્બરે અને લિસ્ટિંગ 21 સપ્ટેમ્બરે થવાની શક્યતા છે. જેના ગ્રે માર્કેટમાં રૂ. 211ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 125 પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. જેનું લિસ્ટિંગ 59 ટકાથી વધુ પ્રિમિયમે થવાનો આશાવાદ ગ્રે માર્કેટ પરથી જણાઈ રહ્યો છે.
ચાવડા ઇન્ફ્રા ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ
ચાવડા ઇન્ફ્રા લિમિટેડનો એસએમઈ આઈપીઓ ઈશ્યૂ પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. જેના માટે કુલ 44.24 લાખ શેર્સ સામે 22.88 કરોડ શેર્સ માટે અરજી થઈ છે. અર્થાત પ્રથમ દિવસે જ રિટેલ 9.21 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 6.53 ગણો ભરાયો છે. ક્યુઆઈબી પોર્શન 3.50 ગણો અને એનઆઈઆઈ 4.31 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે.
એન્કર બુક પણ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ
કંપનીએ પ્રતિ શેર રૂ. 65ની કિંમતે 18.96 લાખ ઇક્વિટી શેર્સના વેચાણ દ્વારા રૂ. 12.32 કરોડ ઊભાં કરીને તેનું એન્કર બુક સબસ્ક્રિપ્શન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. પ્રમુખ રોકાણકારોમાં એનએવી કેપિટલ વીસીસી – એનએવી કેપિટલ ઇમર્જિંગ સ્ટાર ફંડ, મોર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપોર), પીટીઇ, રાજસ્થાન ગ્લોબલ સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, એસએલડી સિક્યુરિટીઝ રીટી લિમિટેડ, નિયોમાઇલ ગ્રોથ ફંડ – સિરિઝ 1, મનીવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને એસિન્ટ્યો ઇન્વેસ્ટમેન્ટ ફંડ પીસીસી – સેલ 1એ એન્કર બુક સબસ્ક્રાઇબ કરી છે. એનએવી કેપિટલ, મોર્ગન સ્ટેનલી એશિયા અને રાજસ્થાન ગ્લોબલ ભેગા મળીને કુલ એન્કર બુક સબસ્ક્રિપ્શનમાં 57.5 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીના ચાર રોકાણકારો વચ્ચે 32.5 ટકા હિસ્સો સમાન પ્રકારે સબસ્ક્રાઇબ થયો છે.
ચાવડા ઈન્ફ્રા રૂ. 60થી 65ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 43.26 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. એસએમઈ ઈશ્યૂ 14 સપ્ટેમ્બરે બંધ થશે. ગ્રે માર્કેટમાં 92% રૂ. 60 પ્રિમિયમ ચાલી રહ્યા છે. ગુજરાતમાં (વિશેષ કરીને અમદાવાદ અને રાજકોટમાં) રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઇન્સ્ટિટ્યૂશનલ પ્રોજેક્ટ્સમાં કન્સ્ટ્રક્શન અને સંલગ્ન સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરતી સિવિલ કન્સ્ટ્રક્શન કંપની છે.