આઈપીઓ આગામી સપ્તાહે

વિગતપ્રાઈસસાઈઝતારીખ
Accent Microcell133-14078.408-12 ડિસેમ્બર
Sheetal Universal7023.804-6 ડિસેમ્બર
Muthoot MIcrofin1350
DOMS Industries1200
Allied Blenders2000

અમદાવાદ, 2 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં ગત સપ્તાહે ચાર આઈપીઓના બમ્પર લિસ્ટિંગ સાથે રોનક જોવા મળી હતી. વર્ષના અંતિમ માસના પ્રથમ સપ્તાહમાં 4350 કરોડના 3 આઈપીઓ ખૂલી શકે છે. જેમાં મુથુટ માઈક્રોફિન, ડોમ્સ, અને અલાઈડ બ્લેન્ડર્સના આઈપીઓ સામેલ છે.

મુથુટ ફાઈનાન્સની પેટા કંપની મુથુટ માઈક્રોફિન લિ. આઈપીઓ હેઠળ રૂ. 1350 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. DOMS Industries રૂ. 1200 કરોડનો અને Allied Blenders And Distillers Ltd. રૂ. 2000 કરોડનો આઈપીઓ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. આ ત્રણેય આઈપીઓને સેબીએ ગત સપ્તાહે મંજૂરી આપી હતી. આ કંપનીઓએ હજી ઈશ્યૂ પ્રાઈસ અને તારીખ જાહેર કરી નથી.

એસએમઈ સેગમેન્ટમાં આગામી સપ્તાહે એસ્સેન્ટ માઈક્રોસેલ અને શીત્તલ યુનિવર્સલ લિ.નો આઈપીઓ ખૂલી રહ્યો છે. જેમાં Accent Microcell 8 ડિસેમ્બરે રૂ. 133-140ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 78.40 કરોડનો આઈપીઓ લાવશે. શીતલ યુનિવર્સલ પણ 4 ડિસેમ્બરે રૂ. 70ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 23.80 કરોડ એકત્ર કરવા પબ્લિક માર્કેટમાં ઉતરશે.