Innova Captabનો IPO સોમવારે બંધ થશે, રોકાણ કરતાં પહેલાં આ બાબતોને ધ્યાનમાં રાખો
કેટેગરી | સબ્સ્ક્રિપ્શન(x) |
QIB | 1.08 |
NII | 3.38 |
Retail | 5.22 |
Total | 3.64 |
અમદાવાદ, 23 ડિસેમ્બરઃ ઈનોવા કેપટેબ લિ. (Innova Captab Ltd IPO)નો રૂ. 570 કરોડનો આઈપીઓ સોમવારે બંધ થવા જઈ રહ્યો છે. જેને બે દિવસમાં રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. કંપનીએ રૂ. 426-448ની પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. રોકાણકારે 33 ઈક્વિટી શેર્સના લોટ માટે મિનિમમ રૂ. 14784નું રોકાણ કરવુ પડશે.
ઈનોવા કેપટેબનો આઈપીઓ બે દિવસમાં કુલ 3.64 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 5.22 ગણી એપ્લિકેશન્સ કરી છે. એનઆઈઆઈ 3.38 ગણો અને ક્યુઆઈબી પોર્શન 1.08 ગણો ભરાયો હતો. કંપનીએ 20 ડિસેમ્બરે એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી કુલ રૂ. 171 કરોડનું ફંડ એકત્ર કર્યું છે.
ઈનોવા કેપટેબ લિ.ના આઈપીઓની રૂ. 448 ઈશ્યૂ પ્રાઈસ સામે ગ્રે માર્કેટમાં રૂ. 100 પ્રીમિયમ નોંધાયા છે. જે 22 ટકા લિસ્ટિંગ ગેઈન દર્શાવે છે. વિવિધ બ્રોકરેજ હાઉસમાંથી 10 બ્રોકરેજ હાઉસે આઈપીઓ ઈશ્યૂ ભરવા સલાહ આપી છે. જ્યારે બે બ્રોકરેજ હાઉસે ન્યૂટ્રલ રેટિંગ આપ્યું છે. રિલાયન્સ સિક્યુરિટીઝ, મારવાડી શેર્સ, વેન્ચુરા સિક્યુરિટીઝ, સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ, કેઆર ચોક્સી સહિતના બ્રોકર્સે અપ્લાય રેટિંગ, જ્યારે રેલિગર બ્રોકિંગ અને કેપિટલ માર્કેટે ન્યૂટ્રલ રેટિંગ આપ્યું છે.
કંપની વિશે
જાન્યુઆરી 2005માં સ્થાપિત ઇનોવા કેપ્ટાબ લિમિટેડ એ એક ફાર્માસ્યુટિકલ કંપની છે જે ત્રણ બિઝનેસ સેગમેન્ટમાં કાર્યરત છે. જે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને કરાર વિકાસ અને ઉત્પાદન સેવાઓ પ્રદાન કરે છે. તદુપરાંત બ્રાન્ડેડ જેનરિક્સનો સ્થાનિકથી માંડી વૈશ્વિક સ્તરે બિઝનેસ કરે છે. કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં ગોળીઓ, કેપ્સ્યુલ્સ, ડ્રાય સિરપ, ડ્રાય પાવડર ઇન્જેક્શન, મલમ અને પ્રવાહી દવાઓ સમાવિષ્ટ છે.
નાણાકીય વર્ષ 2023 અને 30 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં, કંપનીએ 600થી વધુ વિવિધ પ્રકારના જેનરિક્સનું ઉત્પાદન અને વેચાણ કર્યું હતું. લગભગ 5,000 વિતરકો અને સ્ટોકિસ્ટો અને 150,000 થી વધુ રિટેલ ફાર્મસીઓના નેટવર્ક દ્વારા ભારતીય બજારમાં કંપનીની પોતાની બ્રાન્ડ્સ હેઠળ આ ઉત્પાદનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, ઇનોવા કેપિટાબે તેના બ્રાન્ડેડ જેનરિક ઉત્પાદનોની નિકાસ FY2023માં અનુક્રમે 20 અને 16 દેશોમાં અને 30 જૂન, 2023ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં કરી હતી.
ઑક્ટોબર 31, 2023 સુધીમાં, કંપનીએ તેની સંશોધન અને વિકાસ પ્રયોગશાળામાં 29 વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની એક ટીમને નિયુક્ત કરી. કંપનીની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બડી, હરિયાણામાં આવેલી છે.