માર્કેટ લેન્સઃ નિફ્ટીએ 21700ની સપાટી જાળવવી જરૂરી રહેશે, ઇન્ટ્રા-ડે વોચઃ BOB, DIVIS LAB, LTIM
અમદાવાદ, 5 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ શુક્રવારે 21700 અને 21800 એમ બન્ને રેઝિસ્ટન્સ લેવલ્સ એકી સાથે ક્રોસ કર્યા છે. જે દર્શાવે છે કે માર્કેટ ટોન એકદમ મજબૂત છે. વીકલી ચાર્ટ ઉપર તમામ સિગ્નલ્સ પોઝિટિવ સંકેતો આપી રહ્યા છે. હવે 21400 પોઇન્ટની શોર્ટ ટર્મ રોક બોટમ અને 21700ની ઇન્ટ્રા-ડે બોટમ ધ્યાનમાં રાખવાની સલાહ માર્કેટ નિષ્ણાતો અને રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ સૂચવે છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિફ્ટી માટે 21731- 21607 પોઇન્ટની બોટમ અને 22052- 22250ની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમા રાખવા સૂચના છે.
ઇન્ટ્રા-ડે વોચઃ BOB, DIVIS LAB, LTIM, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, આઇએફસીઆઇ, લૌરસ લેબ્સ, પેટીએમ, અદાણી ગ્રીન, આઇટીસી, આરવીએનએલ, યુએફઓ.
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 45617- 45264, રેઝિસ્ટન્સ 46608- 47246
સેક્ટર્સ ટૂ વોચઃ ઓટો એવિએશન, કન્સ્ટ્રક્શન, પાવર સ્ટોક્સ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)