મુંબઈ, 13 એપ્રિલઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 5થી 11 એપ્રિલ સુધીના સપ્તાહ દરમિયાન 80,05,924 સોદાઓમાં કુલ રૂ.8,00,704.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,14,757.40 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.685838.33 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 10,62,422 સોદાઓમાં રૂ.82,672.22 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.69,297ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.71,739 અને નીચામાં રૂ.69,297ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,937ના ઉછાળા સાથે રૂ.71,644ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,695 વધી રૂ.57,676 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.224 વધી રૂ.7,079ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,127 ઊછળી રૂ.71,514ના સ્તરે પહોંચ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.109 કરોડનાં કામકાજ

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.79,339ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.83,320 અને નીચામાં રૂ.78,631ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,863ના ઉછાળા સાથે રૂ.82,847ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,840ની તેજી સાથે રૂ.82,691 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,857ની તેજી સાથે રૂ.82,675 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં સુધારો

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 1,04,753 સોદાઓમાં રૂ.11,884.62 કરોડના વેપાર થયા હતા. તાંબુ એપ્રિલ વાયદો રૂ.799.80ના ભાવે ખૂલી, રૂ.13.40 વધી રૂ.816.55 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.25 વધી રૂ.224.10 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.60 વધી રૂ.187ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.9.85 વધી રૂ.244ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.40 વધી રૂ.224.20 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2 વધી રૂ.187.70 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.9.85 વધી રૂ.243.40 બંધ થયો હતો.

ક્રૂડ તેલ અને નેચરલ ગેસ પણ ઘટ્યા

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 5,77,119 સોદાઓમાં રૂ.20,154.79 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.7,198ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,296 અને નીચામાં રૂ.7,057ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.14 ઘટી રૂ.7,109 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.11 ઘટી રૂ.7,109 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.148ના ભાવે ખૂલી, રૂ.1.80 ઘટી રૂ.147.70 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 1.7 ઘટી 147.9 બંધ થયો હતો.

કોટન-ખાંડીના વાયદાના ભાવમાં રૂ.1,740ની નરમાઈ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.45.77 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.61,700ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,900 અને નીચામાં રૂ.60,000ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,740 ઘટી રૂ.60,120ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.17.20 ઘટી રૂ.905.40 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,14,757 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.685838 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.34,647.33 કરોડનાં 48,881 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.48,024.89 કરોડનાં 5,865.132 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.8,058.79 કરોડનાં 1,12,46,010 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.12,096 કરોડનાં 77,85,86,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,125.32 કરોડનાં 50,218 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.449.08 કરોડનાં 23,916 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,365.91 કરોડનાં 78,025 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,944.31 કરોડનાં 165,526 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.23.01 કરોડનાં 3,744 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.22.76 કરોડનાં 249 ટનનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)