IPO Highlights
IPO Opens onJuly 30, 2024
IPO Closes onAugust 01, 2024
Issue Price BandRs. 100-105
Issue Size19.79 lakh shares
Issue SizeRs. 20.78 crore
Lot Size1200 Shares
Listing onNSE Emerge

અમદાવાદ, 29 જુલાઈઃ ફૂડ ગ્રેડ બેગ્સના ઉત્પાદકો પૈકીની એક અમદાવાદ સ્થિત બલ્કકોર્પ ઇન્ટરનેશનલ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ. 20.78 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેના પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ 30 જુલાઈ, 2024ના રોજ ખૂલશે અને 1 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થશે.

પબ્લિક ઇશ્યૂની આવકનો ઉપયોગ કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ આપવા માટે કરવામાં આવશે, જેમાં કેપ્ટિવ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા માટેનો મૂડી ખર્ચ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને ઇશ્યૂ સંબંધિત ખર્ચાઓનો સમાવેશ થાય છે. સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે.

રૂ. 20.78 કરોડના આઈપીઓમાં શેરદીઠ રૂ. 100-105ના પ્રાઇસ બેન્ડમાં રૂ. 10ની ફેસ વેલ્યુના 19.79 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. ઇશ્યૂની આવકમાંથી, કંપની રૂ. 2.18 કરોડનો ઉપયોગ 500 KWP સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા, રૂ. 11 કરોડ કાર્યકારી મૂડીની જરૂરિયાતો વગેરે માટે કરશે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 1,200 શેર છે અને પ્રાઇઝ બેન્ડની ઉપલી મર્યાદા મુજબ અરજી દીઠ રૂ. 1,26,000 જેટલું રોકાણ કરી શકાશે.

આઈપીઓ માટે રિટેલ રોકાણકાર ક્વોટા નેટ ઓફરના લઘુતમ 35 ટકા, ક્યુઆઈબી ક્વોટા ઓફરના મહત્તમ 50 ટકા જ્યારે એચએનઆઈ ક્વોટા ઓફરના મહત્તમ 15 ટકા રાખવામાં આવ્યો છે. પ્રી-ઇશ્યૂ પહેલા પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 98.10 ટકા છે અને ઇશ્યૂ પછી 72.26 ટકા થશે.

કંપનીએ 20 એપ્રિલ, 2024ની અસરથી તેની સ્થાપિત ક્ષમતા 2400 એમટીપીએથી વધારીને 4800 એમટીપીએ કરી છે. કંપનીએ પ્લોટ સી2- સ્ટીલ ટાઉન, નોવા પેટ્રોકેમિકલ્સ સામે, સરખેજ-બાવળા રોડ, ચાંગોદર, ગુજરાત ખાતે તેના હાલના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની બાજુમાં સ્થિત નવા ઉત્પાદન પ્લાન્ટમાં જરૂરી મશીનરી સ્થાપિત કરી છે. કંપનીએ 2,000 ચોરસ યાર્ડ (લગભગ 1,673 ચોરસ મીટર)ના વિસ્તારમાં 8 વર્ષના સમયગાળા માટે લીઝ પર ઇમમૂવેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેળવ્યું છે.

2009માં સ્થાપિત, બલ્કકોર્પ ઇન્ટરનેશનલ લિમિટેડ એ ISO 9001:2015, ISO 14001:2015, ISO 45001:2018 અને BRC પ્રમાણિત કંપની છે, જે ફૂડ ગ્રેડ ફ્લેક્સિબલ ઇન્ટરમીડિયેટ બલ્ક કન્ટેનર (“FIBC”) બેગના ઉત્પાદન અને પુરવઠા સાથે સંકળાયેલી છે. તે એફઆઈબીસી (જમ્બો બેગ્સ), કન્ટેનર લાઇનર્સ જેવા પેકેજીંગ સોલ્યુશન્સની શ્રેણી સાથે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે ફૂડ ગ્રેડ બેગના અગ્રણી ઉત્પાદકો છે જેનો ઉપયોગ હાલમાં ખાતર, સિમેન્ટ, રેતી, અનાજ, ખાંડ, પશુ આહાર, ફિશ મીલ, કઠોળ, મસાલા, ખજૂર, કૃષિ ઉત્પાદનો, ખનિજો, રેઝિન, પોલિમર, રબર વગેરે સહિતના વિવિધ ઉદ્યોગોમાં થાય છે.

માર્ચ 2024માં સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ 23-24 માટે, કંપનીએ નાણાકીય વર્ષ 2022-23ના સમાન સમયગાળામાં રૂ. 1.21 કરોડના ચોખ્ખા નફા અને રૂ. 38.95 કરોડની આવકની તુલનામાં રૂ. 3.56 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 46.50 કરોડની કુલ આવક નોંધાવી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)