મુંબઈ, 7 ઓગસ્ટ: કોટક મહિંદ્રા બેન્ક લિમિટેડ (“કેએમબીએલ” અથવા “કોટક”)નો વિભાગ કોટક પ્રાઈવેટ બેન્કિંગ દ્વારા તેની સૌપ્રથમ મલ્ટીમિડિયા કેમ્પેઈન સાથે ભારતીય ખાનગી બેન્કિંગ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતાના બે દાયકાની ગૌરવભેર ઉજવણી કરે છે. આ માઈલસ્ટોન ભારતની અગ્રણી ખાનગી બેન્કિંગ કંપનીમાંથી એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કરે છે. કેમ્પેઈમાં પ્રિંટ એડ્સ, આઉટ-ઓફ-હોમ (ઓઓએચ) ડિસ્પ્લેઝ અને ડિજિટલ મંચોનો સમાવેશ થાય છે,

કોટક પ્રાઈવેટ યુએચએનઆઈ (અલ્ટ્રા હાઈ નેટ વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ) અને એચએનઆઈ (હાઈ નેટ વર્થ ઈન્ડિવિજ્યુલ્સ)ના ગ્રાહકોને તેમની સંપત્તિનું વ્યવસ્થાપન કરવામાં સહાય કરવા સાથે મૂળભૂત રોકાણ ક્ષિતિજોની પાર જાય છે અને તેમને તેમના હેતુઓને જીવવા માટે અભિમુખ બનાવે છે. સૂઝબૂઝપૂર્વક ઘડવામાં આવેલી મલ્ટીમિડિયા કેમ્પેઈનમાં આકર્ષક જાહેરાતોનો સમાવેશ થાય છે, જે કોટક પ્રાઈવેટ દ્વારા ઓફર કરાતા વ્યાપક સમાધાન અને બીસ્પોક સેવાઓ દર્શાવે છે. અત્યાધુનિક, નવા યુગના સમાધાન સાથે કોટક પ્રાઈવેટ નાવીન્યપૂર્ણ રોકાણ તકો સાથે પ્રતિકાત્મક બની ચૂકી છે. લોન્ચ કરતાં કોટક મહિંદ્રા બેન્કના કોટક પ્રાઈવેટ બેન્કા સીઈઓ ઓઈશર્ય દાસે જણાવ્યું હતું કે, “અમને અત્યાધુનિક રોકાણ સમાધાનો સાથે અમારા ગ્રાહકોને સેવા આપવાના બે દાયકાની ઉજવણી કરવાની ખુશી છે.