અમદાવાદ, 2 સપ્ટેમ્બરઃ રાષ્ટ્રીય સ્તરે 41 ટકાની સરખામણીએ અમદાવાદમાં 98 ટકા લોકો માને છે કે આગામી પાંચ વર્ષ પછી વિશ્વમાં ખૂબ જ ઊંચી અનિશ્ચિતતાઓ રહેશે. આ ઉપરાંત સુરતના નોંધપાત્ર 87 ટકા લોકો ખૂબ જ વધુ અનિશ્ચિતતાની આગાહી કરે છે. બંને શહેરોમાં ખૂબ જ ઓછા ઉત્તરદાતાઓ નીચા અથવા ઓછા સ્તરની અનિશ્ચિતતાની અપેક્ષા રાખે છે. ટૂંકમાં, અમદાવાદ અને સુરતના રહેવાસીઓમાં ઉચ્ચ નાણાંકીય અનિશ્ચિતતાની જબરજસ્ત અપેક્ષા ગુજરાતમાં નાણાંકીય સજ્જતા વધારવાની નિર્ણાયક જરૂરિયાતને દર્શાવે છે.

આદિત્ય બિરલા સન લાઈફ ઇન્શ્યોરન્સે (એબીએસએલઆઈ) તેનો એબીએસએલઆઈ અનિશ્ચિત ઈન્ડેક્સ 2024 બહાર પાડ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં વિવિધ નાણાંકીય ભાવનાઓ અને તૈયારી પર પ્રકાશ પાડે છે. આ તારણો આ મોટા શહેરોમાં નાણાંકીય અનિશ્ચિતતા, છૂટછાટની પદ્ધતિઓ અને નાણાંકીય સુરક્ષાની વિવિધ ધારણાઓને રજૂ કરે છે.

સુરતના રહેવાસીઓ નાણાંકીય સુરક્ષામાં રોકાણ કરવા તરફ મજબૂત વલણ દર્શાવે છે. પ્રભાવશાળી સંખ્યામાં 82 ટકા લોકોએ મ્યુચ્યુઅલ ફંડ અથવા શેરોમાં રોકાણ કર્યું છે અને 73 ટકા લોકોએ ઇન્શ્યોરન્સ પોલિસી લીધી છે. અમદાવાદમાં 60 ટકા લોકોએ ઇન્શ્યોરન્સ પોલિસી લીધી છે અને 49 ટકા લોકોએ ફિક્સ ડિપોઝિટ કરાવી છે. નોંધનીય રીતે, સુરતની વસ્તીના મોટાભાગના લોકો (73 ટકા) સ્થિર નોકરી/વ્યવસાયની સ્થિતિને કારણે પોતાને સુરક્ષિત અનુભવે છે, જ્યારે આ પ્રમાણ અમદાવાદમાં માત્ર 8 ટકા જેટલું જ છે.

નાણાકીય અનિશ્ચિતતાઓમાંથી તણાવ દૂર કરવા માટે ગુજરાતીઓ વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. અમદાવાદના 54 ટકા લોકો મુસાફરી અથવા ટૂંકી સફર પસંદ કરે છે, જ્યારે શોખ (36 ટકા) અને આરોગ્ય તથા સુખાકારી પ્રવૃત્તિઓ (56 ટકા) પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનાથી વિપરીત, સુરતના 97 ટકા ઉત્તરદાતાઓ શોખમાં વ્યસ્ત રહેવાની તરફેણ કરે છે, અને 94 ટકા લોકોને મુસાફરી અથવા ટૂંકી સફર મદદરૂપ લાગે છે. અમદાવાદ (17 ટકા)ની તુલનામાં સુરતમાં (72 ટકા) સામાજિક પ્રવૃત્તિઓ અને ડેટિંગ નોંધપાત્ર રીતે વધુ પ્રચલિત છે.

ખૂબ જ મુશ્કેલ નાણાંકીય પરિસ્થિતિઓને ઘટાડવા માટેના નાણાંકીય સાધનો અંગે, બંને શહેરોમાં મોટી સંખ્યામાં ઉત્તરદાતાઓએ કટોકટી માટે બચત ખાતા જાળવી રાખ્યા છે, જેમાં રાષ્ટ્રીય સ્તરે 69 ટકાની સરખામણીમાં આ પ્રમાણ સુરતમાં 87 ટકા અને અમદાવાદમાં 71 ટકા છે. અમદાવાદ (53 ટકા) કરતાં સુરતમાં (95 ટકા) લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી વધુ સામાન્ય છે.

સુરતમાં 58 ટકા ઉત્તરદાતાઓ આને નિર્ણાયક માને છે, જે શિક્ષણ ક્ષેત્રે ફુગાવા જેવી ચિંતાઓથી પ્રેરિત છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે 44 ટકાની સરખામણીએ અમદાવાદમાં 45 ટકા લોકો શિક્ષણને લગતા નાણાંકીય આયોજન કરવામાં માને છે. જો કે, સુરત (40 ટકા) અને અમદાવાદ (32 ટકા)માં ઘણા ઓછા ઉત્તરદાતાઓ ઉચ્ચ શિક્ષણ ભંડોળ માટે સક્રિયપણે આયોજન કરી રહ્યા છે, જે ભવિષ્યના શૈક્ષણિક ખર્ચ માટે નાણાંકીય સજ્જતાના નિર્ણાયક મહત્વને દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)