અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ 12 દિવસની અનરાધાર તેજી વચ્ચે ભારતીય શેરબજારો અને રોકાણકારો- ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ ભિંજાઇ રહ્યા છે. ચોમાસું પણ પૂરબહારમાં જામ્યું છે, ટૂંકમાં મોસમ અને માર્કેટ બન્ને મન મૂકીને વરસી રહ્યા છે. શાણા અને સમજૂઓ તેનો લાભ લઇ રહ્યા છે. સામે પૂર્વ તૈયારી કર્યા સિવાય બેસી રહેલાં મદદની રાહ જોઇ રહ્યા છે.

ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટીએ સોમવારે દોજી કેન્ડલમાં બંધ આપ્યું છે અને રોજની જેમ આજે પણ કરેક્શનનો સંકેત આપે છે. પરંતુ 25000 તોડે નહિં ત્યાં સુઘી નિફ્ટી ઝૂકેગા નહિં…. ઉપરમાં 25500- 25700ના રેઝિસ્ટન્સ લેવલ્સ જણાય છે. હાલના લેવલથી કરેક્શન આવે તો પણ ઇન્ટ્રા-ડે હોઇ શકે તેવો આશાવાદ ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આરએસઆઇ ઓવરબોટ કન્ડિશનનો સંકેત આપે છે. માટે સ્ટોક સ્પેસિફિક અને સ્ટોપલોસ હાથવગા રાખીને ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સે ખેલવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સલાહ આપે છે.

મગળવારે સેન્સેક્સ અને નિફ્ટી 50 3 સપ્ટેમ્બરના રોજ ઊંચા ખુલે તેવી શક્યતા છે, GIFT નિફ્ટી 25,354 ની નજીક ટ્રેડિંગના સંકેતોને ટ્રેક કરે છે. બેંક, એફએમસીજી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નામો દ્વારા સપોર્ટેડ, 2 સપ્ટેમ્બરના રોજ સતત 13મા સત્રમાં નિફ્ટી ઊંચા સ્તરે સમાપ્ત થવાની સાથે દલાલ સ્ટ્રીટ પર રેકોર્ડ રન ચાલુ રહ્યો છે. સોમવારે બંધ સમયે, સેન્સેક્સ 194.07 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 82,559.84 પર અને નિફ્ટી 42.80 પોઈન્ટ અથવા 0.17 ટકા વધીને 25,278.70 પર હતો. GIFT નિફ્ટી ઊંચો ટ્રેડ કરી રહ્યો છે, જે દિવસની ફ્લેટથી સકારાત્મક શરૂઆત સૂચવે છે. નિફ્ટી ફ્યુચર 25,354 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ તેમની ખરીદી લંબાવી હતી તેઓએ 2 સપ્ટેમ્બરના રોજ રૂ. 1,735.46 કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 356 કરોડની ઇક્વિટી ખરીદી હતી.

નિફ્ટીઃ સપોર્ટ 25232-સ25184, રેઝિસ્ટન્સ 25330- 25381

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 51297- 51155, રેઝિસ્ટન્સ 51581- 51722

સેક્ટર્સ ટૂ વોચઃ ડિફેન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનબીએફસી, એનર્જી, આઇટી, ટેકનોલોજી, સિલેક્ટેડ રેલવે અને પીએસયુ સ્ટોક્સ

STOCKS TO WATCH: JIOFINANCE, BAJAJFINANCE, PROTEAN, ICICIBANK, RVNL, ZOMATO, SBIN, RIL, BOB, DABUR, GNFC, IREDA

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)