મુંબઈ, 5 સપ્ટેમ્બર: આદિત્ય બિરલા સન-લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (ABSLI) દ્વારા ‘A-નિશ્ચિત ઇન્ડેક્સ-2024’નો પ્રારંભ કરાયો છે. વ્યાપકપણે હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ભારતીયોમાં તેમના આર્થિક ભવિષ્ય અંગેની અનિશ્ચિતતાઓની ભાવના વ્યક્ત થઈ છે.

7,978 ઉત્તરદાતાઓ પાસેથી મેળવેલા પ્રતિભાવોના આધારે સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે કે, ઉત્તરદાતાઓમાં 88 ટકા લોકો આગામી પાંચ વર્ષમાં ઉચ્ચ અથવા અત્યંત ઉચ્ચ સ્તરની નાણાંકીય અનિશ્ચિતતાની ધારણા રાખે છે. આમાં અનિશ્ચિતતાના પ્રાથમિક સ્રોત તરીકે આર્થિક પરિબળો જ ઊભરીને સામે આવી રહ્યા છે. સરવેમાં ભાગ લેનારા 35.11 ટકા લોકોએ નોકરી છૂટી જવાની સંભવિતતા જેવી બાબતની આર્થિક અનિશ્ચિતતાને મુખ્ય ચિંતા તરીકે વર્ણવી હતી. તો, AI તથા ChatGPT જેવાં સાધનો સહિતની અત્યાધુનિક ટૅક્નોલોજિકલ એડવાન્સમેન્ટ સવલતોના કારણે રોજગાર ગુમાવવાની ચિંતા 33.95 ટકાએ દર્શાવી, જેમાં કામના પ્રકારને આ ટૅક્નોલોજી દ્વારા બદલી નાખવાથી કામ ગુમાવવાની સંભવિત અસર વિશેની ચિંતાઓ જોવા મળી. આ બધા પડકારો હોવા છતાં, ઘણા ભારતીયો તેમના આર્થિક ભાવિને સલામત રાખવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહ્યા છે.

આર્થિક સલામતી માટે 76.57 ટકાએ વીમા કવચ લીધું છે69.28 ટકા લોકોએ કટોકટીની સ્થિતિ માટે બચત ખાતાં ખોલાવ્યાં છે
48.95 ટકા લોકોએ આર્થિક અનિશ્ચિતતાના કારણે ફિક્સ-ડિપોઝિટ રાખી છે34.87 ટકા લોકો વ્યાવસાયિક માર્ગદર્શન પર આધાર રાખીને નાણાંકીય આયોજનમાં જોડાતા નથી

સર્વેનાં વિશેષ તારણોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે

i. 83 ટકા લોકો માને છે કે, આર્થિક અનિશ્ચિતતાને સંભાળવા માટે આર્થિક આયોજન મદદરૂપ છે.

ii. 47 ટકા લોકો માને છે કે નવા મોંઘા ફોન ખરીદવા કરતાં એફડીમાં રોકાણ કરવું સારું.

iii. 77 ટકા માને છે કે, બેન્ક એફડી જેવાં સીધાં રોકાણ વધારે સારાં રહે છે, જેમાં હાઈ રિટર્ન્સ ઉપર સિક્યોરિટી છે.

iv. 40 ટકા રોકાણકારો સ્થિરતા માટે પસંદગી કરતા હોવા છતાં ઉચ્ચ જોખમવાળા, ઉચ્ચ વળતરના વિકલ્પો તરફ આકર્ષાય છે.

v. 72 ટકા લોકો સોના અને રિયલ એસ્ટેટ જેવી પરંપરાગત અસ્ક્યામતોમાં વિવિધતા કરતાં સમયની એરણ પર ચકાસેલાં રોકાણોમાં જ વિશ્વાસને ટકાવી રાખે છે.

vi. તો, 68 ટકા લોકો બેવડા લાભો સાથે રોકાણ કરવા માગતા હોય છે, જે નાણાંકીય વૃદ્ધિને સલામતી સાથે સંયોજિત કરી શકે.

vii. 70 ટકા લોકો ટૂંકા ગાળાના લાભો પર લાંબા ગાળાના રોકાણની તરફેણ કરે છે, જે વૃદ્ધિ તરફના વલણનો સંકેત આપે છે.

viii. અનુભવ અને સકારાત્મક માનસિકતાના કારમે 75 ટકા લોકો તેમની રોકાણ-પસંદગીમાં વિશ્વાસ અનુભવે છે.

ix. વીમા-ઇન્શ્યોરન્સમાં રોકાણ માટેની પસંદગી કરતી વખતે 73 ટકા લોકો મિત્રવર્તુળ તથા પરિવાર દ્વારા કરાતી ભલામણો પર આધાર રાખે છે.

x. 68 ટકા લોકો રોકાણના નિર્ણયો લેતી વખતે આર્થિક બાબતોમાં પોતાની આંતરિક લાગણીઓને પ્રાધાન્ય આપે છે, પોતાની આંતરિક દ્રષ્ટિની ભૂમિકાને ધ્યાને લે છે.

ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક આયોજનઃ

  1. શિક્ષણમાં ફુગાવો તથા ફાયનાન્સના અભાવના કારણે 39.69% મહિલાઓ અને 45.22% પુરુષો ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક આયોજનને મહત્ત્વનું ગણે છે.
  2. 42.24% મહિલાઓ અને 38.13% પુરુષો બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે ફંડ સુનિશ્ચિત કરવાની જરૂરિયાતને મહત્ત્વની ગણે છે.
  3. 14.68% મહિલાઓ તથા 13.37% પુરુષો પોતાનાં બાળકોને શિષ્યવૃત્તિ તથા શૈક્ષણિક લોન માટે પ્રોત્સાહન આપે છે.
  4. 3.39% મહિલાઓ તથા 3.28% પુરુષો આર્થિક આયોજનને બિનજરૂરી ગણે છે અને માને છે કે, સમય આવ્યે બધું આપોઆપ ગોઠવાઈ જશે.

વર્ક શેડ્યુલનું વર્ણનઃ

  1. 41.84% મહિલો અને 42.96% પુરુષો હંમેશાં નવીન કાર્યો અથવા સમસ્યાઓ અંગે અનિશ્ચિત હોય છે.
  2. 27.61% સ્ત્રીઓ તથા 25.94% પુરુષોએ તાકીદની સમયમર્યાદા સાથેનું સમયપત્રક પૅક કરી રાખ્યું હોય છે.
  3. 19.47% પુરુષો અને 19.65% પુરુષો સગવડ-અનુકૂળતા મુજબ કલાકો ગોઠવીને કામ કરતા હોય છે.
  4. 11.08% સ્ત્રીઓ તથા 11.45% પુરુષો સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધીની શિફ્ટમાં કામ કરે છે.

જો તમને કામ પર એક વધારાનો કલાક મળે તો… :

  1. 26.76% સ્ત્રીઓ તથા 24.12% પુરુષો બ્રેક લે છે અથવા વહેલા કામ છોડી દે.
  2. 28.26% સ્ત્રીઓ તથા 30.14% પુરુષો કૉફી બ્રેક માટે સહકાર્યકરો સાથે જોડાય.
  3. 20.07% સ્ત્રીઓ તથા 21.99% પુરુષો કારકિર્દી ઘડતર માટે તેનો ઉપયોગ કરે.
  4. 15.68% મહિલાઓ તથા 15.25% પુરુષો પૅશન માટે સોશિયલ મીડિયા વાપરે.
  5. 9.24% સ્ત્રીઓ તથા 8.50% પુરુષોને કામ પર ક કલાક મફત રહેવું અવાસ્તવિક લાગે.

આરોગ્યને લગતી અનિશ્ચિતતાઓઃ

  1. 59.81% મહિલાઓ અને 62.88% પુરુષો ગંભીર બીમારી અથવા ઈજા વિશે ચિંતા ધરાવે છે.
  2. 55.62% સ્ત્રીઓ તથા 54.23% પુરુષો આરોગ્યની સેવાઓ મેળવવા બાબતે ચિંતિત છે.
  3. 53.42% મહિલાઓ તથા 56.00% પુરુષોને માનસિક આરોગ્યની ચિંતા છે.
  4. 40.54% સ્ત્રીઓ તથા 38.39% પુરુષો રોગો-બીમારીઓ માટે આનુવંશિક વલણની ચિંતા કરે છે.
  5. 39.04% સ્ત્રીઓ તથા 36.28% પુરુષો વૃદ્ધત્વ સંબંધિત સ્વાસ્થ્ય-સમસ્યાઓ વિશે ચિંતિત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)