અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ DAM કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડે બજાર નિયામિક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“SEBI”) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. DAM કેપિટલ નાણાકીય વર્ષ 2022 થી 2024 સુધીમાં રેવન્યુ સીએજીઆરની દ્રષ્ટીએ તથા નાણાકીય વર્ષ 2024માં તેનાં સ્પર્ધકોની સરખામણીએ સૌથી ઊંચા નફાનાં માર્જીન સાથે ભારતમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી ઇન્વેસ્ટમેન્ટ બેંક છે. તે નાણાકીય વર્ષ 2024માં IPO (IPOs) તથા ક્યુઆઇપી (QIPs)ની સંખ્યાનાં આધારે 12.1%નાં માર્કેટ શેર સાથે ભારતની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેંકોમાંની એક હતી. DAM કેપિટલ આ ક્ષેત્રોમાં નાણાકીય સોલ્યુશન્સની વ્યાપક રેન્જ પ્રદાન કરે છે : 1) ઇક્વીટી કેપિટલ માર્કેટ (“ECM”), મર્જર તથા એક્વીઝિશનને (“M&A”) આવરી લેતું ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ 2) બ્રોકિંગ તથા રીસર્ચને આવરી લેતી ઇન્સ્ટીટ્યુશનલ ઇક્વીટીસ.

કંપનીનાં પ્રારંભિક જાહેર ભરણામાં ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 32.06 મિલિયન સુધીનાં શેરનાં વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. સેલિંગ શેરહોલ્ડર્સ તરીકે મલ્ટીપલ અલ્ટરનેટ એસટ મેનેજમેન્ટ, આરબીએલ બેંક, ઇઝીએક્સેસ ફાઇનાન્સિયલ સર્વિસિઝ અને  નરોતમ સેખસરીઆ છે. પ્રમોટર ધર્મેશ અનિલ મહેતા પણ પોતાનાં સ્ટેકનાં નાના ભાગનું વેચાણ કરે છે. નુવામા વેલ્થ મેન્જમેન્ટ લિમિટેડ IPOની બુક રનિંગ લીડ મેનેજર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)