સેન્સેક્સ ઓક્ટોબરમાં 88K થી 84K વચ્ચે રહેવાના ચાર્ટ સંકેતો
અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ શુક્રવારે નિફ્ટી નામપૂરતાં 37 પોઇન્ટસ ઘટીને 26178.95 બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડેમાં 262277.35નો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. સેન્સેક્સ પણ 85,978.25નો ઓલ ટાઇમ હાઇ બનાવી 85571.85ના સ્તરે 264.27,0.31% ઘટીને બંધ રહ્યો હતો. સવારે 11 સુધી પોઝીટીવ ઝોનમાં રહ્યા પછી બજારે ધીમો ઘસારો અનુભવ્યો હતો અને બંધ સુધી ફરીથી પોઝીટીવ ઝોનમાં આવી શક્યું ન હતુ. જોકે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીમાં રિવર્સ ચાલ જોવા મળી હતી , આ ઇન્ડેક્સ પૂરો દિવસ પોઝીટીવ ઝોનમાં રહીને 77918નો નવો ઐતિહાસિક હાઇ બનાવી દિવસના અંતે 726.30 પોઇન્ટ્સ,0.94% સુધરી 77813.25 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સનો પ્રતિનિધિ આઇઓસી સાડા ચાર ટકા સુધરી રૂ. 179.20ના સ્તરે વિરમ્યો હતો. નિફ્ટીનો બીપીસીએલ પણ 6.23% વધી ટોપ ગેઇનર રહી રૂ. 6.23 વધી 366.6 બંધ હતો. નિફ્ટી મિડકેપ સિલેક્ટમાં એચપીસીએલ 3.33 ટકા સુધરી રૂ. 436 બંધ રહ્યો હતો. આં.રા. બજારમાં બ્રેન્ટ ક્રુડ તેલ લપસીને બેરલ દીઠ 70.91 ડૉલર થયાના અહેવાલોએ આ ઓઇલ માર્કેટીંગ કંપનીઓના શેરો સુધર્યા હતા. બ્રેન્ટ ક્રુડનો ભાવ તેની 5,15,30,60,100 અને 200 દિવસની એક્સપોનેન્શીયલ મુવીંગ એવરેજોથી નીચે ચાલે છે.
ક્રુડતેલ નરમ ઓએમસી શેરો ગરમ
નિફ્ટીના ટોપ પાંચ ગેઇનર્સમાં શુક્રવારે 3 ફાર્મા શેરો હતા. સિપ્લા સવા ત્રણ ટકા વધી રૂ. 1674, સનફાર્મા અઢી ટકા સુધરી 1945 અને દિવિસ લેબ 2.36%ના ગેઇને રૂ. 5506.40 રહ્યા હતા. સિપ્લાએ ચીનની એક કંપનીને તેની પૂર્ણ માલિકીની સ્ટેપ ડાઉન સબ્સીડીઅરી કંપની બનાવવા જરૂરી હિસ્સો ખરીદ્યાની માહિતી એક્સચેન્જને આપી હતી. સનફાર્માએ 25થી 28મી સપ્ટોમ્બર દરમિયાન નેધરલેન્ડના એમસ્ટર્ડમ ખાતે યોજાયેલ યુરોપીયન એકેડમી ઓફ ડર્મેટોલોજી એન્ડ વેનેરોલોજી કોંગ્રેસમાં તેની અમુક દવાઓની અસરકારકતા અને ક્લીનીકલ ટ્રાયલમાં પ્રગતિ વિશે પ્રેઝન્ટેશનની માહિતી અખબારી યાદીમાં આપી હતી. પાંચમા સ્થાને રિલાયન્સ 1.71% વધી રૂ. 3047.05 બંધ હતો. નિફ્ટીમાં ઘટનારા શેરોમાં પાવરગ્રીડ 2.96 ટકા ઘટી રૂ. 354.65 બંધ રહ્યો હતો. મોર્ગન સ્ટેન્લીએ આ કંપનીને ડાઉન ગ્રેડ કરી ઇક્વલ વેઇટ પર મુકી હતી. ભારતી એરટેલ બે ટકાના લોસે રૂ. 1737 બંધ રહ્યો હતો. કંપનીને સબસ્ક્રાઇબર્સ વેરીફીકેશનના ધોરણોનો ભંગ કરવા બદલ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન , હિમાચલ પ્રદેશે રૂ. 16 હજારનો દંડ ફટકાર્યાની નોટીસ મોકલાવી હતી.
શ્રી રેણુકા સુગર 10% ઉછળ્યો
એચડીએફસી બેન્ક પોણા બે ટકા ઘટી રૂ. 1753 બંધ રહ્યો હતો. હિરોમોટો કોર્પ શુક્રવારે વધુ 1.59% ઘટીને રૂ. 5955 થઇ ગયો હતો. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ એક ટકો સુધરી 77813 રહ્યો હતો. આ ઇન્ડેક્સનો પ્રતિનિધિ શેર કોલગેટ 3% પ્લસ રહી રૂ. 3810 બંધ હતો. આરઇસી 2.89% સુધરી 559, પીએફસી 2.58% વધી રૂ. 483 અને ઇન્ફો એજ (નૌકરી) અઢી ટકાના ગેઇને રૂ. 8143 બંધ હતા. ઘટવામાં અદાણી ગ્રીન્સ 3.88% ડાઉન રહી 1978, યુનાઇટેડ સ્પીરીટ્સ સાડા ત્રણ ટકાના ઘટાડે રૂ. 1587, બજાજ હોલ્ડીંગ્સ સવા ત્રણ ટકાના લોસે 10469, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 2.65% તૂટી 1384 અને વરૂણ બેવરેજીસ 2.63%ના નુક્શાને રૂ. 610ના સ્તરે બંધ હતા. મિડકેપ સિલેક્ટ ઇન્ડેક્સ 0.54% વધી 13329.80ના સ્તરે વિરમ્યો હતો. ટોપ ગેઇનર પોલિકેબ સાડાચાર ટકા સુધરી રૂ. 7055બંધ હતો. આ જ ઇન્ડેક્સનું પ્રતિનિધિત્વ કરતો વોડાફોન આઇડીયા શુક્રવારે 2.70%ના ગેઇને રૂ. 10.66 થયો હતો. કોન્કોર (કન્ટેનર કોર્પોરેશન) સવા બે ટકા સુધરી રૂ. 911 અને ક્યુમિન્સ દોઢ ટકો વધી 3855ના સ્તરે ક્લોઝ થયા હતા. સામે પક્ષે ઘટવામાં ગોદરેજ પ્રોપર્ટી 3.35% તૂટી રૂ. 3195 બંધ રહ્યો હતો. ક્વાર્ટર્લી રિઝલટ માટે કંપનીની બોર્ડ મીટીંગ 1લી ઓક્ટોબરને મંગળવારે મળશે. એચડીએફસી એએમસી અઢી ટકા ઘટી રૂ. 4420, એયુ સ્મોલ ફાયેનાન્સ બેન્કે એક ટકો ઘટી રૂ. 728નું ક્લોઝીંગ આપ્યુ હતુ. નિફ્ટી બેન્ક અને ફાયેનાન્સીયલ સર્વીસ ઇન્ડેક્સો શુક્રવારે 1-1 ટકો ઘટ્યા હતા. એનએસઇના 77માંથી 39 ઇન્ડેક્સો પ્લસમાં વિરમ્યા તેમાં ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 2.37%, નિફ્ટી પીએસઇ 1.51%, હેલ્થકેર 1.25%, ફાર્મા 1.15% અને નિફ્ટી એનર્જી 0.91% ના પ્રમાણમાં સુધર્યાં હતા.
સર્વેલન્સ હેઠળના શેરો વીક્લી ટોપ ગેઇનર્સ
નિફ્ટીના 29(41) શેર વધ્યા અને 20(9) ઘટ્યા હતા. એક માત્ર ટેક મહીન્દ્ર 1607(1606.95) યથાવત રહ્યો હતો. નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 32(29), નિફ્ટી બેન્કના 12માંથી 6(10), નિફ્ટી ફાયેનાન્સીયલ સર્વીસના 20માંથી 9(16) અને મિડકેપ સિલેક્ટના 25માંથી 18(13) શેરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 16(28) અને બેન્કેક્સના 10માંથી 6(8) શેરો વધ્યા હતા. એનએસઇના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2895(2866) ટ્રેડેડ શેરોમાંથી 1420(1200) વધ્યા, 1391(1589) ઘટ્યા અને 84(67) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઇ 164(127) શેરોએ અને નવા લો 41(44) શેરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કીટે 105(87) તો નીચલી સર્કીટે 63(88)શેરો ગયા હતા.
સુગર શેરોની મીઠાશ વધી
સરકાર ઇથાનોલ અને ખાંડના ભાવ વધારવા વિચારી રહી હોવાના સમાચારે અવધ સુગર સાડાચાર ટકા વધી રૂ. 801, બલરામપુર ચીની અને બજાજ હિન્દુસ્તાન બંન્ને સાડા છ ટકા સુધરી અનુક્રમે રૂ 653 અને 42, ઇઆઇડી પેરી અઢી ટકા વધી રૂ 847, દ્વારિકેશ સુગર પોણા પાંચ ટકા સુધરી રૂ. 77, કેસીપી સુગર 5 ટકા વધી રૂ. 56, શ્રી રેણુકા સુગર 10 ટકા ઉછળી રૂ. 53, ઉત્તમ સુગર સાડા ત્રણ ટકાના ગેઇને રૂ. 361.50 અને રાજશ્રી સુગર 3% વધી રૂ. 75 બંધ હતો. ટાટા પાવરને મોર્ગન સ્ટેન્લીએ ડબલ અપગ્રેડ કરવાના પગલે ભાવ પોણા બે ટકા વી રૂ. 484 થઇ ગયો હતો. બંધ ભાવથી 10 રૂપિયા ઉપર નવો ફિફ્ટી ટૂ વીક હાઇ પણ ઇન્ટ્રાડેમાં બનાવ્યો હતો. વેસ્ટલાઇફ ફુડ સવા છ ટકા સુધરી રૂ. 930 બંધ હતો. ગોલ્ડમેન સાશે બાય તરીકે અપગ્રેડ કરતાં આ સુધારો જોવાયો હતો.
પાવર ગ્રીડ ડાઉન ગ્રેડના ન્યુઝે ઘટ્યો
એસજેવીએન સાડા પાંચ ટકાના ગેઇને રૂ. 133 બંધ હતો. મહારાષ્ટ્ર સરકાર સાથે રૂ. 48 હજાર કરોડના રોકાણ માટે ના એમઓયુ થયાની ખબર હતી. સિક્વન્ટ સાયન્ટીફીક સાડા બાર ટકા ઉછળી રૂ. 215 બંધ રહ્યો હતો. કંપનીએ વિયાશ લાઇફ સાયન્સ સાથેના વ્યૂહાત્મક જોડાણ દ્વારા વૈશ્વિક એનિમલ હેલ્થ લીડર બનવા અંગેનું ઇવેસ્ટર પ્રેઝન્ટેશન બીએસઇને મોકલાવ્યુ હતુ. નુવામા વેલ્થમાંનો અંદાજે 14 ટકા સ્ટેક કંપનીએ વેચ્યાના સમાચારે એડલવાઇસ સવા ત્રણ ટકા સુધરી રૂ. 140 બંધ હતો.
શેર સર્વેલન્સ હેઠળ તો પણ મોટા મોટા ઉછાળા
સમીક્ષા હેઠળના સપ્તાહમાં સુધરવાની રેસમાં ટોપ પર રહેલા મોટા ભાગના શેરો સર્વેલન્સ હેઠળના હતા.
1. એચસીએલ ઇન્ફોસિસ્ટમ સાપ્તાહિક 30 ટકાના ગેઇન સાથે રૂ. 22.70 બંધ રહ્યો હતો.
2. અનીલ અંબાણી જૂથનો રિલાયન્સ પાવર દેવું ઘટાડવાના સાનુકૂળ સમાચારે 1 વીકમાં 27.54% ઉછળી રૂ. 46.36 બંધ હતો.
3. મેકલોઇડ રસેલ 16.62% પ્લસ, બંધ રૂ. 29.96 રહ્યો હતો.
4. વેદાન્તા 13.94% સાપ્તાહિક વધારાએ રૂ. 512.85ના સ્તરે વિરમ્યો હતો.
5. યુનિટેક 12.85% સુધરી રૂ. 12.38 રહ્યો હતો.
આ કંપનીઓના શેર સર્વેલન્સ હેઠળ અથવા છેલ્લા 8 ક્વાર્ટરમાં પ્રોફીટ નહીં પણ લોસ કરનારી કંપનીના કે પ્રમોટરોના 50 ટકાથી વધુ શેરો ગિરવી રખાયા હોય એવા છે.
FIIની નેટ વેચવાલીથી વધુ DIIની લેવાલી
શુક્રવારે એફઆઇઆઇની રૂ. 1209.10 કરોડની નેટ વેચવાલી સામે ડીઆઇઆઇની રૂ. 6886.65 કરોડની નેટ લેવાલી રહેતાં સમગ્રતયા રૂ. 1825.98 કરોડની નેટ લેવાલી કેશ સેગ્મન્ટમાં જોવા મળી હતી. બીએસઇ લીસ્ટેડ શેરોનું માર્કેટ કેપીટલાઇઝેશન રૂ. 477.93(477.16) લાખ કરોડના સ્તરે હતુ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)