અમદાવાદ, 17 જાન્યુઆરીઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે ડિસેમ્બર-24નાં અંતે પૂરાં થયેલા ત્રિમાસિક માટે આકર્ષક પરીણામો નોંધાવ્યા છે. તે અનુસાર કંપનીની ક્વાર્ટરલી રેવન્યુ ₹ 90,333 કરોડ, Y-o-Y 8.8% વધારે હોવાનું દર્શાવે છે. કંપનીની ક્વાર્ટરલી EBITDA ₹ 6,828 કરોડ, Y-o-Y 9.5% વધારે છે. કંપનીએ તમામ ફોર્મેટ્સમાં મળીને કુલ ફૂટફોલ 296 મિલિયન, 779 નવા સ્ટોર્સ ખોલ્યા હોવાનું જણાવ્યું છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા એમ. અંબાણીએ જણાવ્યું કે,  “રિલાયન્સ રિટેલે ક્વાર્ટર દરમિયાન તમામ કન્ઝમ્પ્શન બાસ્કેટમાં તહેવારોની ખરીદીની આગેવાની હેઠળ મજબૂત પર્ફોર્મન્સ આપ્યું હતું. આકર્ષક પ્રાઇઝ વેલ્યૂ પ્રપોઝીશન પર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઓફર કરવા માટેનું અમારું ધ્યાન ગ્રાહકોને અમારા સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ તરફ ખેંચવાનું ચાલુ રાખે છે. અમે જિયોમાર્ટ – એક્સપ્રેસ ડિલિવરીઝ, મિલ્કબાસ્કેટ સાથે સ્કેડ્યૂલ્ડ ડિલિવરી – સબસ્ક્રિપ્શન સર્વિસિઝ થકી એક સીમલેસ શોપિંગ અનુભવ તૈયાર કરી રહ્યા છે કે જે તમામ કેટેગરીઓ અને કેચમેન્ટમાં વૈવિધ્યપૂર્ણ ગ્રાહકોને સેવા આપે છે”.

ઓઇલ ટુ કેમિકલ્સ (ઓ2સી) સેગમેન્ટમાં આવકો 6 ટકા વધી

ક્વાર્ટરલી રેવન્યુ ₹ 149,595 કરોડ ($ 17.5 બિલિયન), Y-o-Y 6.0 % વધારેક્વાર્ટરલી EBITDA ₹ 14,402 કરોડ ($ 1.7 બિલિયન), Y-o-Y 2.4 % વધારે

ઓઇલ એન્ડ ગેસ (એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન) સેગમેન્ટમાં આવકો 5.2 ટકા વધી

ક્વાર્ટરલી રેવન્યુ ₹ 6,370 કરોડ($ 744 મિલિયન), Y-o-Y 5.2 % વધારેક્વાર્ટરલી EBITDA ₹ 5,565 કરોડ ($ 650 મિલિયન), Y-o-Y 4.1 % વધારે

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)