મુંબઈ, 17 ફેબ્રુઆરી: ભારતની અગ્રણી અને વિશ્વસનીય ક્વોલિટી વોટર સ્ટોરેજ સોલ્યુશન્સ મેન્યુફેક્ચરર વેલ્સપન વર્લ્ડની સિન્ટેક્સ બીએપીએલએ વિમેન્સ પ્રીમિયર લીગ 2025 (ડબ્લ્યૂપીએલ)ની એસોસિએટ સ્પોન્સર તરીકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સાથે ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી છે.

સિન્ટેક્સનું મિશન તેના ગુણવત્તાયુક્ત વોટર મેનેજમેન્ટ સોલ્યુશન્સ મારફત પ્રત્યેક ભારતીય માટે સુરક્ષિત અને શુધ્ધ જળની પહોંચ સુનિશ્ચિત કરવાનું છે. સિન્ટેક્સ માને છે કે, રમતગમત સ્વસ્થ જીવન જીવવા માટે અનિવાર્ય છે. ડબ્લ્યૂપીએલ 2025 દ્વારા, સિન્ટેક્સનો ઉદ્દેશ્ય વિવિધ પ્રેક્ષકો સાથે જોડાવાનો, સ્પોર્ટ્સમાં મહિલાઓને ટેકો આપવાનો, જવાબદાર જળ સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો છે, જે પ્રત્યેક માટે સ્વચ્છ અને શુદ્ધ પાણીની ઉપલબ્ધતા શક્ય બનાવે.

આ જોડાણ અંગે વેલ્સપન-બીએપીએલના મેનેજિંગ ડિરેક્ટર યશોર્વધન અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારતમાં મહિલા ક્રિકેટ માટે ડબ્લ્યૂપીએલ વર્ષોથી ગેમ-ચેન્જર બન્યું છે, જે મહિલાઓને નેતૃત્વ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે છે.

વધુમાં, મહિલાઓના સશક્તિકરણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વેગ આપતાં સિન્ટેક્સની પેરેન્ટ કંપની વેલ્સ્પન સુપર સ્પોર્ટ વુમન પ્રોગ્રામ (WSSW)નું નેતૃત્વ કરે છે – જે પડકારજનક સ્થિતિમાંથી ઉગારી મહિલા ખેલાડીઓને ટેકો આપતી એક અગ્રણી પહેલ છે. WSSW નો હેતુ સંસાધનોની મર્યાદિત પહોંચ, નાણાકીય અને સામાજિક અવરોધો જેવા મુખ્ય પડકારોનો સામનો કરી પ્રતિભાશાળી મહિલાઓના ટેલેન્ટને ટેકો આપવાનો છે.

લગભગ 50 વર્ષોથી, સિન્ટેક્સ વોટર મેનેજમેન્ટ ઉકેલોમાં ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ રહી છે, જે રોજિંદા જીવનમાં સુધારો કરતા ઈનોવેટિવ, શ્રેષ્ઠ અને ટકાઉ ઉત્પાદનો પ્રદાન કરે છે. તેની ગ્રોથ સ્ટ્રેટેજીના ભાગરૂપે સિન્ટેક્સ હવે તેના પોર્ટફોલિયોનું વિસ્તરણ કરી રહ્યું છે, ઈનોવેશન્સ દ્વારા પાણીની ટકાઉપણાં પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાં બાંધકામના સાધનોના સેગમેન્ટમાં વૈવિધ્યીકરણ કરી રહ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)