માર્કેટમાં મોમેન્ટમ મોસમની સાથે ચેન્જ થઇ રહી છે. ચોમાસું સત્તાવાર વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે માર્કેટમાંથી સુધારો પણ કરેક્શનમાં કન્વર્ટ થવાના વર્તારા આપી રહ્યો છે. શુક્રવારે નિફ્ટીએ 17665 પોઇટની મહત્વની ટેકાની સપાટી નીચે બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ છે. મોટાભાગા નિષ્ણાતો આરબીઆઇ વ્યાજદરમાં 50-70 બેઝિસ પોઇન્ટનો વધારો કરે તેવો અંદાજ મૂકી રહ્યા છે. મોટાભાગના સેક્ટોરલ્સમાં ટ્રેન્ડ નેગેટિવ જણાઇ રહ્યો છે. તે સંજોગોમાં ટેકનિકલ સંકેતો જણાવે છે કે, નિફ્ટીએ વીકલી બેઝિસ ઉપર 1.7 ટકાનું કરેક્શન નોંધાવ્યું છે. જેમાં બેરિશ ઇન્ગલફીંગ પેટર્ન રચાઇ છે. છેલ્લા દિવસે એટલે કે, શુક્રવારે નિફ્ટીએ તેની ડિસેન્ડિંગ ચેનલની અપર બેન્ડને વાયોલેટ કરવા સાથે 17500નું લેવલ દર્શાવ્યું છે. તે શોર્ટટર્મ ટાઇમલાઇન ચાર્ટ ઉપર 17300- 17150- 17000 નજીકની ટેકાની સપાટીઓ જણાય છે. જ્યારે પુલબેકમાં 17750ની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમાં રાખવી. તે ક્રોસ થાય તો 17735- 17939 પોઇન્ટના લેવલ્સ જોવા મળી શકે.

NIFTY17412BANK NIFTY40465IN FOCUS
S-117412S-140465EPL
S-217293S-140153MFSL
R-117735R-141126PIIND
R-217939R-241474CIPLA

BANK NIFTY: SUPPORT 40465- 40153, RESISTANCE 41126- 41474.

શુક્રવારે બેન્ક નિફ્ટીએ ગેપડાઉન ઓપનિંગ પછી બાઉન્સ બેક દર્શાવવા સાથે શરૂઆતી સુધારો ધોવાયો હતો. પરંતુ સેન્કન્ડ હાફમાં ફ્રેશ ઘટાડામાં 40502નું લેવલ આવી ગયું હતું. છેવટે 40777 પોઇન્ટ બંધ રહ્યો હતો. 41830 પોઇન્ટના લેવલથી ડબલ ટોપ પેટર્ન ફોર્મ કરવા સાથે બેન્ક નિફ્ટીએ ઘટાડાની આગેકૂચ દર્શાવી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ હાયલ લેવલ્સથી વીકલી ધોરણે રિવર્સ થયા છે. તેના ડેઇલી ઇન્ડિકેટર્સ દર્શઆવેછે કે, માર્કેટમાં ક્રોસ ઓવર છે. અગાઉ જણાવ્યા પ્રમાણે નેગેટિવ મોમેન્ટમ આગળ વધવા સાથે 40300- 40250ના લેવલ્સને સપોર્ટ લેવલ્સ ગણવા. જ્યારે રેઝિસ્ટન્સ 41126- 41474 લેવલ્સ ગણવા.

MARKET LENS BY RELIANCE SECURITIES

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)