Stock Market Weekly Review સળંગ 3 દિવસની વોલેટિલિટીથી સામાન્ય રોકાણકારોમાં ગભરાટ
નિફ્ટી માટે 17200 મહત્વની ટેકાની સપાટી સોમવાર માટે 17500 મહત્વની રેઝિસ્ટન્સ
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના નગારા વાગી રહ્યા છે. તેના પગલે વૈશ્વિક તેમજ ભારતીય શેરબજારોમાં સળંગ ત્રણ દિવસની બે તરફી તોફાની ચાલ જોવા મળી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 ઇન્ડેક્સ 17300 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવવામાં સફળ રહ્યો છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક સંખ્યાબંધ બ્લૂચીપ અને સ્મોલ-મિડકેપ્સમાં જંગી ધોવાણની સ્થિતિના કારણે સામાન્ય ટ્રેડર્સ અને રોકાણકારોમાં ગભરાટની લાગણી ફેલાયેલી છે. જોકે, નિષ્ણાતો અને કામચલાઉ કરેક્શન ગણાવી રહ્યા છે. જ્યારે ટેકનિકલ નિષ્ણાતોના મત મુજબ સોમવારે 17500 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ અને 17200 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ લાઇન ગણાશે. નિફ્ટીની ચાલ જે દિશામાં રહે તે તરફ સમગ્ર માર્કેટની ચાલનો આધાર રહી શકે છે.
શુક્રવારે બીએસઇ સેન્સેક્સ 59.04 પોઇન્ટન નોમિનલ કરેક્શન સાથે 57832.97 પોઇન્ટ અને એનએસઇનો નિફ્ટી-50 28.30 પોઇન્ટ ઘટી 17276.30 પોઇન્ટ બંધ રહ્યા હતા.
ગુરુવારે વૈશ્વિક શેરબજારોમાં એફઓએમસી બેઠકનો ગભરાટ રહ્યો હતો. તેની પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર અસર રહી હતી. માર્કેટમાં એવી ચર્ચા ચાલે છે કે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે રશિયન વિદેશ મંત્રાલય સાથે વાટાઘાટો માટે સંમત્તિ દર્શાવવા સાથે યુદ્ધનો નાદ થોડો મંદ પડતાં માર્કેટમાં થોડી સ્થિરતા જોવા મળી છે. જોકે, રિયાલ્ટી, ઓઇલ- ગેસ શેર્સમાં ઘટાડાના પગલે ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઉપરાંત રિયાલ્ટી શેર્સમાં પીછેહટ જારી રહી હતી.
સેક્ટર સ્પેસિફિક એપ્રોચઃ
બીએસઇ ખાતે બેન્ક અને કેપિટલ ગુડ્સને બાદ કરતાં અન્ય ઇન્ડાઇસિસમાં ઘટાડો નોંધાયો હતો. ઓટો, હેલ્થકેર, આઇટી અને પાવર ઇન્ડાઇસિસ પણ 0.50 ટકા સુધી ઘટયા હતા.
સોમવારે શું થઇ શકે….. ?
“ સોમવારે નિફ્ટીએ 17200ની સપાટી જાળવવી પડે
ટેકનિકલી નિફ્ટી માટે સોમવારે 17200 મહત્વની ટેકાની સપાટી સાબિત થશે તે તૂટતાં નીચામાં 300- 400 પોઇન્ટના ઘટાડાની શક્યતા જોવાઇ રહી છે. ઉપરમાં 17500 પોઇન્ટનું રેઝિસ્ટન્સ કૂદાવે પછી જ માર્કેટમાં સ્થિર વલણ જોવા મળી શકે તેવું જણાય છે. – કનુ જે દવે, ટેકનિકલ એનાલિસ્ટ