86% લોકો સ્થાનિક કરિયાણાની દુકાનોમાંથી ખરીદી કરે
59 % લોકો માટે એકંદર ઘર ખર્ચ વધ્યો, નેટ સ્કોર +2 ટકા વધ્યો
46% લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓનાં વપરાશમાં વધારો, નેટ સ્કોર +2 ટકા વધ્યો
11% લોકો માટે મુનસફીની ચીજવસ્તુઓનાં વપરાશમાં વધારો, નેટ સ્કોર +4 ટકા વધ્યો
39% લોકો માટે આરોગ્ય સંબંધિત ચીજોનાં વપરાશમાં વધારો, બે ટકાનો વધારો
મીડિયા કન્ઝમ્પ્શનમાં 21% વધારો
7% પરિવારો માટે મોબિલિટીમાં વધારો, ગયા મહિના કરતા 1% વધુ
2% લોકો કરિયાણાની ખરીદી ઓનલાઇન કરે છે, તેમાંથી 17 ટકા એમેઝોન અને 15 ટકા ફ્લિપકાર્ટનો ઉપયોગ કરે છે.
મુંબઈ: 11 ટકા પરિવારોમાં મુનસફીની ચીજો પાછળનો ખર્ચ 11 ટકા વધ્યો હતો, જે છેલ્લાં પાંચ મહિનામાં સૌથી વધુ છે. 86 ટકા લોકો માટે દૈનિક કરિયાણાની ચીજોની ખરીદી માટે સ્થાનિક કરિયાણાની દુકાનો પસંદગીનું સ્થળ છે.
અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)નાં લેટેસ્ટ તારણો જાહેર કર્યા હતા. CSIએ વિવિધ મુદ્દા અંગે ગ્રાહકોની ધારણાનું માસિક પૃથક્કરણ છે. નવેમ્બર મહિનાના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે તમામ પાંચ પેટા-સૂચકાંકોમાં સેન્ટિમેન્ટ્સમાં સુધારો થયો છે.
CSI રિપોર્ટ અંગે ટિપ્પણી કરતા એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સ્થાનિક કરિયાણાની દુકાનો રોજબરોજનાં કરિયાણાની માંગને પહોંચી વળે છે, ત્યારે ઓનલાઇન એપ્સ ગ્રાહકોનાં મનમાં ઘર કરી રહ્યા છે.
સર્વેમાં બહાર આવેલા મહત્વનાં તારણોઃ
પર્સનલ કેર અને ઘરવપરાશ માટેની આવશ્યક ચીજો પરનો ખર્ચ 46 ટકા પરિવારો માટે વધ્યો હતો, જે ગયા મહિના કરતા બે ટકા ટકા વધુ છે. ગયા મહિને +25 રહેલો નેટ સ્કોર આ મહિને +2 વધીને +27 થયો છે.
એસી, કાર અને રેફ્રીજરેટર જેવી બિન જરૂરી અને મુનસફી પ્રોડક્ટ્સ પરનો ખર્ચ 11 ટકા પરિવારો માટે વધ્યો છે, જે ગયા મહિનાની સરખામણીમાં બે ટકા વધુ છે.
39 ટકા પરિવારો માટે વિટામીન્સ, ટેસ્ટ્સ, હેલ્ધી ફુડ જેવી આરોગ્ય સંબધિત ચીજો પાછળનો ખર્ચ વધ્યો છે, જે ગયા મહિનાની સરખામણીમાં વપરાશમાં બે ટકા વધારો સૂચવે છે.
21 ટકા પરિવારો માટે મીડિયા (ટીવી, ઇન્ટરનેટ, રેડિયો વગેરે) પાછળનો ખર્ચ વધ્યો હતો, જે બે ટકા વધુ છે. અગાઉનાં ત્રણ મહિના સુધી તે 19 ટકાનાં વધારા પર સ્થિર રહ્યો હતો.
પરિવારો માટે મોબિલિટીમાં 7 ટકા વધારો થયો છે, જે ગયા મહિના કરતા એક ટકા વધુ છે.
86 ટકા ઘરોમાં કરિયાણાની દૈનિક વપરાશની ચીજોની ખરીદી નજીકનાં કરિયાણાની દુકાનોમાંથી થાય છે, જ્યારે માત્ર બે ટકા જ ઇન્ટરનેટ એપનો ઉપયોગ કરે છે. ઓનલાઇન એપ્સમાં 17 ટકા ગ્રાહકો ગ્રોસરી શોપિગ માટે એમેઝોન એપનો અને 15 ટકા લોકો ફ્લિપકાર્ટનો ઉપયોગ કરે છે. 8 ટકા લોકો જીયો માર્ટ પરથી ખરીદી કરે છે.