IIFL મ્યુચ્યુઅલ ફંડનો ટેક્સ સેવર ઇન્ડેક્સ ફંડનો NFO લોન્ચ

મુંબઈ: IIFL મ્યુચ્યુઅલ ફંડે ભારતના પ્રથમ ટેક્ષ સેવર ઇન્ડેક્સ ફંડ માટે ‘IIFL ઇએલએસએસ નિફ્ટી 50 ટેક્ષ સેવર ઇન્ડેક્સ ફંડ’ની નવી ફંડ ઓફર (NFO)ની જાહેરાત કરી છે. NFO 1 ડિસેમ્બરે ખુલ્યો છે અને 21 ડિસેમ્બરે બંધ થશે. સ્કીમ 2 જાન્યુઆરીથી સબસ્ક્રિપ્શન માટે ફરી ખુલશે અને ચાલુ કામગીરીના ધોરણે રિડેમ્પ્શન થઈ શકશે.
સ્કીમ 80સી હેઠળ કરવેરાની બચત અને ઇક્વિટી બજારોમાં વિવિધતાસભર રોકાણમાંથી સંભવિત લાભ મેળવવાનો બમણો લાભ પ્રદાન કરશે. ઇન્ડેક્સ ફંડ તરીકે એનો ઉદ્દેશ નિફ્ટી 50 ઇન્ડેક્સના મિરર જેવો પોર્ટફોલિયો ઊભો કરવાનો છે, જેમાં લાર્જકેપ ભારતીય કંપનીઓ સામેલ છે. આ પેસિવ ફંડ છે, જે ખર્ચનો ઊંચો રેશિયો ધરાવતી સક્રિય રીતે મેનેજ થતી સ્કીમ્સની સરખામણીમાં પ્રમાણમાં ઓછો ખર્ચ ધરાવે છે. NFO પર IIFL એએમસીના ફંડ મેનેજર પારિજાત ગર્ગે કહ્યું કે, નિફ્ટી 50 ભારતીય માર્કેટ કેપનો આશરે 50%2 હિસ્સો ધરાવે છે.
રોકાણનો ઉદ્દેશ: સ્કીમનો રોકાણનો ઉદ્દેશ નિફ્ટી 50 ઇન્ડેક્સના કુલ રિટર્ન ઇન્ડેક્સ જેટલું વળતર મેળવવા ઇન્ડેક્સની જેમ સમાન પ્રમાણમાં નિફ્ટી 50 ઇન્ડેક્સ ધરાવતા સ્ટોકમાં રોકાણ કરવાનો છે (ટ્રેકિંગની ખામીને આધિન), તો આવકવેરા ધારા, 1961ની કલમ 80સી અંતર્ગત સ્કીમમાં આ પ્રકારનું રોકાણ કરીને કરમુક્તિનો લાભ પૂરો પાડવાનો છે. ફંડ વહેંચી શકાય એવી વધારાની રકમને આધારે નિયમિત સમયાંતરે આવકની વહેંચણી કરવા પણ ઇચ્છે છે. સ્કીમનો રોકાણનો ઉદ્દેશ હાંસલ થશે એની કોઈ ખાતરી કે ગેરન્ટી નથી. કલમ 80સીના ફાયદાનો લાભ લેવા આ સ્કીમમાં રોકાણ ફાળવણીની તારીખથી 3 વર્ષના ફરજિયાત લોક-ઇનને આધિન રહેશે.