Commodity daily review ક્રૂડ વાયદાના ભાવમાં રૂ.149નો ઘટાડો
સોના-ચાંદી વાયદામાં નરમાઈનો માહોલ
કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલમાં મામૂલી ઘટાડો
એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે 1,66,553 સોદાઓમાં કુલ રૂ.13,555.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 125 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 112 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 148 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 72,173 સોદાઓમાં કુલ રૂ.4,108.52 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,177ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.50,274 અને નીચામાં રૂ.49,829 ના મથાળે અથડાઈ, રૂ.494 ઘટી રૂ.49,898ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.220 ઘટી રૂ.39,725 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.33 ઘટી રૂ.4,941ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.49,922ના ભાવે ખૂલી, રૂ.430 ઘટી રૂ.49,847ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.63,772ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.64,060 અને નીચામાં રૂ.63,350 ના મથાળે અથડાઈ, રૂ. 427 ઘટી રૂ.63,434 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 406 ઘટી રૂ.63,606 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.393 ઘટી રૂ.63,605 બોલાઈ રહ્યો હતો.
જસત, એલ્યુમિનિયમ, નિકલ સહિતની બિનલોહ ધાતુઓમાં નરમ ટોન
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,794 સોદાઓમાં રૂ.2,821.05 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.55 ઘટી રૂ.260 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.0.70 વધી રૂ.300ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.75 ઘટી રૂ.764.70 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.6.2 ઘટી રૂ.1,799.70 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 41,719 સોદાઓમાં કુલ રૂ.3,246.46 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો રૂ.6,824ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6,845 અને નીચામાં રૂ.6,669 ના મથાળે અથડાઈ, 1 બેરલદીઠ રૂ.149 ઘટી રૂ.6,692 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.90 ઘટી રૂ.331.10 બોલાઈ રહ્યો હતો.
કોટન ફેબ્રુઆરી વાયદામાં સુધારાની ચાલ કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,158 સોદાઓમાં રૂ.168.65 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,600ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.37,780 અને નીચામાં રૂ.37,550 ના મથાળે અથડાઈ, રૂ.130 વધી રૂ.37,680ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,397ના ભાવે ખૂલી, રૂ.70 વધી રૂ.16269 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.30 ઘટી રૂ.951.80 થયો હતો.