સાહ પોલિમર્સનો 30 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 61-65

સાહ પોલિમર્સ IPO ડિટેઇલ્સ એક નજરે

ઇશ્યૂ ખૂલશે30 ડિસેમ્બર
ઇશ્યૂ બંધ થશે4 જાન્યુઆરી- 2023
ફેસ વેલ્યૂરૂ. 10
પ્રાઇસ બેન્ડરૂ. 61- 65
લોટ સાઇઝ230 શેર્સ
ઇશ્યૂ સાઇઝ1.02 કરોડ શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 66.30 કરોડ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ
કંપની પ્રમોટર્સસત ઇન્ડસ્ટ્રીઝ લિ.

અમદાવાદઃ 1992માં સ્થપાયેલી સાહ પોલિમર્સ લિ. શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 61-65ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 1.02 કરોડ શેર્સના IPO સાથે તા. 30 ડિસેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 4થી જાન્યુઆરી-23ના રોજ બંધ થશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે. IPOમાં મિનિમમ લોટ સાઇઝ 230 શેર્સની રહેશે.

કંપનીની કામગીરી વિશે

SAH POLYMERS એ પોલિપ્રોપિલિન, હાઇ ડેન્સિટી પોલિઇથિલિન, એફઆઇબીસી બેગ્સ, વુવન શેક્સ, એચડીપીઇ/ પીપી વૂવન ફેબ્રિક્સ અને વૂવમ પોલિમરના ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે વ્યસ્ત છે. કંપની બીટુબી સોલ્યૂશન્સ વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જેમ કે એગ્રો પેસ્ટીસાઇડ્સ, બેઝીક ડ્રગ, સિમેન્ટ, કેમિકલ, ફર્ટિલાઇઝર, ફુડ પ્રોડક્ટ્સ, ટેક્સટાઇલ સિરામિક્સ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝને પૂરાં પાડે છે. કંપની રાજસ્થાનમાં ઉદેપૂર ખાતે 3690 મે.ટન પ્રતિવર્ષની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

કંપના સ્થાનિક તેમજ વિદેશી બજારો

કંપની સ્થાનિકમાં છ રાજ્યો અને એક યુનિયન ટેરિટરીમાં હાજરી ધરાવે છે. જ્યારે ઇન્ટરનેશન માર્કેટ્સમાં છ દેશો જેવા કે આફ્રીકા, મિડલ ઇસ્ટ, યુરોપ અને યુએસએ, ઓસ્ટ્રેલિયા અને કેરિબિયન સાથે બિઝનેસ ધરાવે છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે (કોન્સોલિડેટેડ)

Period EndedTotal RevenueProfit After Tax
31-Mar-2049.910.3
31-Mar-2155.341.27
31-Mar-2281.234.38
30-Jun-2227.591.25

(આંકડા રૂ. કરોડમાં)

ઇશ્યૂના હેતુઓ

કંપની ફ્લેક્સિબર ઇન્ટરમિડિયેટ બલ્ક કન્ટેઇનર્સની નવી વેરિયેન્ટનું ઉત્પાદન કરવા માટેની વ્યવસ્થા સ્થાપવાની યોજના ધરાવે છે.

કંપની સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ દેવાઓ ચૂકવવા માટે છે.

કાર્યકારી મૂડી જરૂરિયાતો પણ સંતોષવાની દરખાસ્ત ધરાવે છે