સેન્ટિમેન્ટ ખરડાવા સાથે બ્રોકરેજ કંપનીઓના શેર્સમાં પીછેહટ

અમદાવાદઃ કેશ સેગ્મેન્ટમાં સતત ઘટી રહેલા ટ્રાન્ઝેક્શન, નવા ક્લાયન્ટ્સના ઉમેરામાં નોંધપાત્ર ઘટાડો તેમજ સતત ખરડાઇ રહેલા સેન્ટિમેન્ટના કારણે બ્રોકરેજ હાઉસના શેર્સમાં સતત ઘટાડાની ચાલ જોવા મળી છે. એકમાત્ર એન્જલ બ્રોકિંગને બાદ કરતાં તમામ લિસ્ટેડ બ્રોકરેજ શેર્સમાં ઘટાડો નોંધાયો છે. તે પૈકી આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝનો શેર છેલ્લા એક વર્ષમાં 37 ટકાથી વધુ તૂટી ચૂક્યો છે. જ્યારે જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસ 37 ટકા, આઇઆઇએફએલ સિક્યુરિટીઝ 29 ટકા, એમ્કે ગ્લોબલ 28 ટકા અને 5પૈસા કેપિટલ 26 ટકા સુધી ઘટ્યા છે. તેની સામે એન્જલવનનો શેર 10 ટકા સુધી સુધર્યો છે. આ ઘટાડાના કારણે લિસ્ટેડ બ્રોકરેજ હાઉસિસની માર્કેટકેપમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
વર્ક ફ્રોમ હોમ કલ્ચર, સતત વધી રહેલો સેવિંગ્સ કન્સેપ્ટ અને ઇન્ટરેસ્ટરેટ્સ, સેક્ટોરલ અને સ્ટોક સ્પેસિફિક તેજી વચ્ચે સામાન્ય રોકાણકારોના પોર્ટફોલિયોમાં વધારા કરતાં ઘસારો વધુની સ્થિતિ જેવા સંખ્યાબંધ નેગેટિવ કારણો ઉપરાંત આઇપીઓ માર્કેટમાં સંખ્યાબંધ આઇપીઓની વણઝારના કારણે સામાન્ય રોકાણકાર વર્ગની સંખ્યા અને ટ્રેડિંગ એક્ટિવિટીમાં ઘટાડો નોંધાયો છે.
સામાન્ય રોકાણકારનું ઇન્વોલ્વમેન્ટ વધવાનો આશાવાદ
કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન નિફ્ટી 19500 પોઇન્ટ સુધી સુધરવા સાથે બજારમાં સાર્વત્રિક સુધારા વચ્ચે સામાન્ય રોકાણકારોની હાજરી વધવા સાથે સ્ટોક બ્રોકર્સના વોલ્યૂમ્સ અને રિટર્નમાં વધારો થવાનો આશાવાદ સંખ્યાબંધ બ્રોકરેજ હાઉસ વ્યક્ત કરી રહ્યા છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન કોવિડ ક્રાઇસિસ દરમિયાન વર્કફ્રોમ હોમ અને શેરબજારોમાં તેજીના કારણે નવા રોકાણકારોનું રજિસ્ટ્રેશન વધ્યું હતું. ખાસ કરીને યુવા રોકાણકારો સેકન્ડરી માર્કેટમાં વધુને વધુ રસ લઇ રહ્યા છે. બ્રોકીંગ ઇન્ડસ્ટ્રી એવો આશાવાદ સેવે છે કે, નાણાકીય વર્ષ 2023 દરમિયાન વાર્ષિક ધોરણે 3.6 ટકા સુધીનો ગ્રોથ જોવા મળે તેવી શક્યતા છે.
એક વર્ષમાં લિસ્ટેડ બ્રોકરેજ શેર્સની સ્થિતિ

કંપની | માર્કેટકેપ | છેલ્લો બંધ | વર્ષમાં +/-% |
એન્જલવન | 11130 | 1335 | 9.6 |
આદિત્ય બિરલા મની | 339 | 60 | -4.5 |
એડલવીસ | 6064 | 64 | -14 |
મોતીલાલ ઓસવાલ ફાઇ. | 10588 | 716 | -22 |
5પૈસા કેપિટલ | 961 | 314 | 26 |
એમ્કે ગ્લોબલ | 187 | 76 | -28 |
IIFL સિક્યુ. | 1994 | 65 | -28 |
જિયોજિત ફાઇ. સર્વિસ | 1146 | 48 | 37 |
ICICI સિક્યુ. | 15948 | 494 | -37.2 |