NCDEX Report: ગુવારેક્સમાં ઉછાળો, સોયાબીન તથા હળદરમાં ઉપલી સર્કિટ
એનસીડીએક્સ ખાતે વિવિધ કોમોડિટીમાં બે- તરફી વધઘટ
એનસીડેક્સ ખાતે શુક્રવારે કૃષિ કોમોડિટીમાં ભારે લેવાલી જોવા મળી હતી. ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૭૯૦૪.૭૦ ખુલી ૭૯૮૧.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૩૫ ખુલી ઉંચામાં ૮૦૦૦ તથા નીચામાં ૭૩૫૪ થઇ સાંજે ૭૯૭૯ બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૨૩ સોદા સાથે કુલ બે કરોડ રુપિયાનાં વેપાર થયા હતા. જ્યારે ઉભા ઓળિયા કુલ ૯૨ રહ્યા હતા.
મસાલા, ગુવાર કોમ્પ્લેક્ષ તથા સોયા કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે હળદર, સોયાબીન, તથા સરસવનાં અમુક વાયદાઓમાં ત્રણ થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. એનસીડેક્સ ખાતે આજે જીરાનાં વાયદા કારોબાર ૧૮૩ કરોડ નાં વેપાર સાથે જ્યારે કપાસિયા ખોળના વાયદા ૨૦૧ કરોડ નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
એરંડા, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરુ, કપાસ, સરસવ, સ્ટીલ, હળદર સોયાબીન તથા સોયાતેલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૭૦૪૨ ખુલી ૭૧૦૨ , કપાસિયા ખોળનાં ભાવ ૩૧૯૦ ખુલી ૩૨૩૪ , ધાણા ૧૧૦૫૦ ખુલી ૧૧૦૬૮ ગુવાર સીડનાં ભાવ ૬૨૬૫ ખુલી ૬૩૪૫ બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૭૪૮ ખુલી ૧૧૮૬૯ , જીરાનાં ભાવ ૨૧૬૮૦ ખુલી ૨૨૧૧૫ , કપાસનાં ભાવ ૨૦૨૫.૦૦ ખુલી ૨૦૪૧.૦ , સ્ટીલના ભાવ ૪૯૫૦૦ ખુલી ૪૯૫૦૦ , સરસવના ભાવ ૮૨૪૧ ખુલી ૮૨૪૧ રુપિયા, સોયાબીનનાં ભાવ ૭૧૦૦ ખુલી ૭૧૦૦ , સોયાતેલનાં ભાવ ૧૩૩૫ ખુલી ૧૩૩૫ અને હળદરનાં ભાવ ૯૮૧૮ ખુલી ૧૦૨૧૮ બંધ રહ્યા હતા.