ફેડના વ્યાજ વધારાનો ફફડાટઃ સેન્સેક્સ 317 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 18000 નીચે
સેન્સેક્સમાં સાપ્તાહિક ધોરણે 319 પોઇન્ટનો સુધારો પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું
અમદાવાદઃ યુએસ ફેડ વ્યાજદરમાં વધારો કરશે તેવા ફફડાટ વચ્ચે ભારતીય શેરબજારોમાં જોવા મળેલી સળંગ 3 દિવસની સુધારાની ચાલમાં આજે રૂકાવટ સાથે બીએસઇ સેન્સેક્સ 317 પોઇન્ટ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટી-50 પણ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ત્રીજા દિવસે બંધ આપવામાં નિષ્ફળ ગયો હતો. વિવિધ સેક્ટોરલ્સ પૈકી આઈટી, ટેકનો, ટેલીકોમ, બેન્ક, ફાઈનાન્શિયલ, રિયલ્ટીમાં વેચવાલી રહી હતી. સામે કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ અને એનર્જીમાં સાધારણ સુધારાની ચાલ રહી હતી. સેન્સેક્સ 61,302.72 અને 60,810.67 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 316.94 પોઈન્ટ્સ ઘટી 61002.57 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 18,034.25 અને 17,884.60 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 91.65 પોઈન્ટ્સના ઘટાડા સાથે 17944.20 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.75 ટકા અને 0.24 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ સેન્ટિમેન્ટ ફરી ખરડાયું
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
બીએસઇ | 3590 | 1401 | 2053 |
સેન્સેક્સ | 30 | 8 | 20 |
સેન્સેક્સ પેકની સ્થિતિ
લાર્સન એન્ડ ટુબ્રોમાં સૌથી વધુ 2.10 ટકાનો ઉછાળો નોંધાયો હતો. અલ્ટ્રાકેમ્કો, એશિયન પેઈન્ટ્સ, રિલાયન્સ, આઈટીસી, મારુતિ અને એનટીપીસીમાં પણ સુધારો નોંધાયો હતો. સામે નેસ્લે ઈન્ડિયાના શેરોમાં ગઇકાલનો સુધારો ધોવાઇ જવા સાથે સૌથી વધુ 3.16 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, ટીસીએસ, કોટક બેન્ક, એચસીએલ ટેકનો, સન ફાર્મા, ઈન્ફોસિસ, એક્સિસ બેન્ક અને ભારતી એરટેલમાં પણ ઘટાડાની ચાલ રહી હતી.
BSE GAINERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Ch. |
HINDOILEXP | 148.00 | +9.30 | +6.71 |
SURYAROSNI | 694.75 | +45.95 | +7.08 |
ELECON | 416.25 | +34.35 | +8.99 |
PRIMO | 78.70 | +6.60 | +9.15 |
MIRZAINT | 272.95 | +19.65 | +7.76 |
BSE LOSERS AT A GLANCE
Security | LTP (₹) | Change | % Change |
ADANIENT | 1,721.75 | -74.55 | -4.15 |
SINDHUTRAD | 18.40 | -0.90 | -4.66 |
BIOCON | 232.55 | -10.40 | -4.28 |
RHIM | 659.45 | -29.65 | -4.30 |
MINDACORP | 204.10 | -9.80 | -4.58 |