બે વર્ષમાં ભારતીય કંપનીઓ ભરતીમાં સરેરાશ 60 ટકા વધારો કરશે
ફાર્મા ઉદ્યોગ 68%, વ્હાઇટ ગુડ્સ 67% અને 62% ટેક્સટાઈલ કંપનીઓ ભરતીમાં વધારો કરે તેવી અપેક્ષાઃ TeamLease
નવી દિલ્હી, 5 માર્ચઃ કોરોના મહામારી બાદ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પીએલઆઈ યોજના (PLI Scheme)એ લગભગ નાનાથી માંડી મોટા તમામ ઉદ્યોગોને આર્થિક ટેકો આપ્યો છે. જેના પગલે આગામી બે વર્ષમાં દેશની 60 ટકા કોર્પોરેટ્સ મોટાપાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો અંદાજ સ્ટાફિંક કંપની ટીમલીઝના રિપોર્ટમાં આપવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ ભરતી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ (68%)ને આભારી છે, ત્યારબાદ વ્હાઈટ ગુડ્સ ઈન્ડસ્ટ્રીઝ (67%) અને કાપડ ઉત્પાદનો (62%) છે. PLI સ્કીમના પ્રોત્સાહનથી MSME ઇકોસિસ્ટમને અસર થશે અને વધુ મહિલાઓને વર્કફોર્સમાં લાવવાનો અંદાજ છે.
સૌથી વધુ ભરતી એમએસએમઈમાં થશે
એમએસએમઈમાં સૌથી વધુ 70 ટકા ભરતી થવાની શક્યતા છે. 22 ટકા મોટી કંપનીઓ ભરતી પ્રક્રિયામાં વધારો કરવાની યોજના ધરાવે છે. શહેરોની તુલનાએ ઈન્દોરમાં 86 ટકા, ચેન્નઈમાં 73% અને પુણે-ગુડગાંવમાં 65% એમએસએમઈ ભરતી કરવા માગે છે. ટીમલીઝના “જોબ સર્જન પર PLI અસર” શીર્ષક હેઠળના તમામ ક્ષેત્રોમાં રોજગાર સર્જન પર PLI ની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં ઈન્દોર, પુણે અને અમદાવાદ જેવા શહેરોમાં આગામી બે વર્ષમાં રોજગારમાં 20%થી વધુ ગ્રોથ જોવા મળશે. સુમિત સારાભાઈ, બિઝનેસ હેડ – ઇમર્જિંગ વર્ટિકલ, ટીમલીઝ સર્વિસે જણાવ્યું હતું કે, PLIના લીધે વધુ મહિલાઓને મોખરે લાવવાની અપેક્ષા છે. અમારા અહેવાલ મુજબ, જ્યારે ગુડગાંવ અને ઈન્દોર (દરેક 71%), કોલકાતા (69%), દિલ્હી (67%) અને નાગપુર (67%) જેવા શહેરો હજુ પણ પુરૂષ ઉમેદવારોની ભરતી કરવાનું પસંદ કરે છે; ચંદીગઢ (31%), અને ચેન્નાઈ (30%) જેવા શહેરો મહિલા કર્મચારીઓ તરફ વધુ વલણ ધરાવે છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પણ LGBTQ સમુદાયની ભરતી તરફ વલણ ધરાવે છે. જોકે, ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ (37%), ફાર્માસ્યુટિકલ્સ (36%), અને મોટા પાયે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ (30%) જેવા કેટલાક ઉદ્યોગો માને છે કે PLI સ્કીમના ભાગ રૂપે મહિલા કર્મચારીઓને નોકરી પર રાખવાની પસંદગી હશે.” દેશના જીડીપીમાં લગભગ 30% ફાળો આપતાં એમએસએમઈ માટે પીએલઆઈ સ્કીમ આશીર્વાદ સમાન રહી છે, ખાસ કરીને ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ, સ્પેશિયાલિટી સ્ટીલ અને ઓટોમોબાઇલ અને ઓટો કમ્પોનન્ટ્સ ઉદ્યોગોમાં રોકાણને વેગ આપશે.