મેગ્નિસ્ટ્રેચ સ્પાઇન કેર મેટ્રેસને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ
અમદાવાદ, 29 માર્ચ : મેગ્નિફ્લેક્સ ઈન્ડિયાની પ્રોડક્ટ મેગ્નીસ્ટ્રેચ સ્પાઈન કેર મેટ્રેસ (એસીએ સર્ટિફાઈડ)ને કરોડરજ્જુને ડિકમ્પ્રેસ કરવા અને ખેંચવામાં તેની અસરકારકતા માટે પ્રખ્યાત તબીબી નિષ્ણાતો તરફથી વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે. યુનિવર્સિટી ઓફ ઝરાગોઝા (સ્પેન)ના પ્રો. એન્ટોનિયો હેરેરા રોડ્રિગ્ઝ અને ફિઝિયો વી. મુથુ કુમાર, હેડ ફિઝિયોથેરાપિસ્ટ, સ્ટ્રાઈડ સ્પાઈન એન્ડ સ્પોર્ટ્સ રિહેબ (ઈન્ડિયા) એ મેટ્રેસની અસરકારકતાને પ્રમાણિત કરી છે.
મેગ્નિસ્ટ્રેચ સ્પાઇન કેર મેટ્રેસ એ એવી પ્રોડક્ટ છે જે સૂતી વખતે પ્રેશર ઇન્ડ્યૂસ્ડ બોડી કોન્ટૂરિંગ સપોર્ટ પ્રદાન કરવા પેટન્ટ સામગ્રી અને મેમોફોર્મ સ્તરોનો ઉપયોગ કરે છે. તે પ્રેશર પોઇન્ટ્સને પ્રવૃત્ત કરવામાં અને ઊંઘ દરમિયાન સ્નાયુ સંકોચન ઘટાડવામાં મદદ કરે છે.
મેગ્નિફ્લેક્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર આનંદ નિચાનીએ જણાવ્યું કે, લગભગ 60 ટકા ભારતીયો તેમના જીવનના અમુક તબક્કે પીઠના નીચેના ભાગ એટલે કે કમરના દુખાવાથી પીડાય છે અને પીઠના નીચેના ભાગમાં દુખાવો વિશ્વભરમાં વિકલાંગતાના મુખ્ય કારણોમાંનું એક છે. મેગ્નિસ્ટ્રેચને ACA (અમેરિકન કાઇરોપ્રેક્ટિક એસોસિએશન) દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં અગ્રણી રાષ્ટ્રીય સંગઠન છે. પ્રો. એન્ટોનિયો હેરેરા રોડ્રિગ્ઝ અને અન્ય આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંશોધકોએ ઓર્થોપેડિક્સ અને ટ્રોમા સર્જરી પર અસંખ્ય અભ્યાસો હાથ ધર્યા છે, જેમાં હિપ રિપ્લેસમેન્ટ પર સંશોધન અને પીઅર-રિવ્યૂ દ્વારા થયેલા તબીબી અભ્યાસનો સમાવેશ થાય છે. તેમની સમીક્ષા અને સંશોધનના ભાગરૂપે, પ્રો. હેરેરાએ મેગ્નિસ્ટ્રેચ પર સંશોધન હાથ ધર્યું હતું.