વિગતો (રૂ. કરોડ)Q1FY24Q1FY23YoY %
આવક3,6223,04919%
EBITDA1,2541,2133%
કુલ EBITDA1,3781,3264%
PBT34320270%
PAT1821688%
EPS (રૂ.)1.571.505%
રોકડ નફો649730-11%

અમદાવાદ, 31 જુલાઇઃ અદાણી ગ્રીન એનર્જી સોલ્યુસન્સ લિ. (AESL)ની આવકો 19 ટકા વધી રૂ. 3622 કરોડ (રૂ. 3049 કરોડ) થઇ છે. કંપનીનો ચોખ્ખો નફો 8 ટકા વધી રૂ. 182 કરોડ (રૂ. 168 કરોડ) નોંધાયો છે. કોન્સોલિડેટેડ EBITDA વધીને રૂ. 1,378 કરોડ થયો જેમાં 4% વાર્ષિક વધારો દર્શાવે છે. PBTમાં 70% વાર્ષિક વધારો થતા રૂ. 343 કરોડ; Q1FY24માં એકીકૃત PAT 8% વધુ રૂ. 182 કરોડનો હતો.

ઉલ્લેખનીય છે કે, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL)નું નામ બદલીને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) કરવામાં આવ્યું છે. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના MD અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે, AESL સતત સર્વશ્રેષ્ઠ બનવા માટે બેન્ચમાર્કિંગ કરી રહ્યું છે અને વ્યૂહાત્મક તેમજ ઓપરેશનલ ડિ-રિસ્કિંગ, મૂડી સાથે શિસ્તબદ્ધ વૃદ્ધિને અનુસરી રહી છે.