અદાણી એન્ટરપ્રાઇઝિસનો કર પહેલા નફો 21% વધી 5220 કરોડ
અમદાવાદ, 31 જાન્યુઆરી: અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને નવ મહિના દરમિયાનના પરિણામો જાહેર કર્યા હતા. નવ મહિના દરમિયાન, કંપનીએ તેના ઇનક્યુબેટિંગ વ્યવસાયોમાંથી 62%ના યોગદાન સાથે એકીકૃત નવ મહિનાનો સૌથી વધુ રૂ.12,377 કરોડ એબિડ્ટા નોંધાવ્યો છે. આવક 6% વધીને રૂ.72,763 કરોડ થઇ છે. એબિડ્ટા 29% વધી રુ 12,377 કરોડ અને કર પહેલાનો નફો 21% વધીને રૂ.5,220 કરોડ થયો છે.
![](https://businessgujarat.in/wp-content/uploads/2024/11/Shri-Gautam-Adani-Chairman-Adani-Group-979x1024.jpg)
અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે આ સમય ગાળા દરમિયાન નવી મુંબઇ એરપોર્ટે પ્રથમ વ્યાપારી ફ્લાઇટનું સફળતાપૂર્વક માન્યતા પરીક્ષણ કરવા સાથે એરપોર્ટ શરું થવા માટે એક પગલું નજીક સરક્યું છે. 9.6 મેગાવોટની ક્ષમતાવાળા હૈદરાબાદ ડેટા સેન્ટરનો પ્રથમ તબક્કો સંપૂર્ણ રીતે કાર્યરત થયો છે. અનિલના પવન ઉર્જા વ્યવસાય પાસે વર્તમાન ક્વાર્ટરમાં 3.3 મેગાવોટ ડબ્લ્યુટીજી મોડેલની સૂચિ સાથે આરએલએમએમમાં સૂચિબદ્ધ ચાર મોડેલો છે. 2024 દરમિયાન AELએ S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ (CSA) અપવાદરૂપ પ્રદર્શન દર્શાવ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)