અદાણી જૂથના 10માંથી 6 શેર્સમાં સુધારાની ચાલ જોવા મળી
Adaniએ સ્વતંત્ર ઓડિટ માટે ગ્રાન્ટ થોર્ન્ટનની નિમણૂકના અહેવાલોને અફવા ગણાવ્યા
અમદાવાદઃ ગૌતમ અદાણી જૂથના 10માંથી 6 શેર્સમાં આજે સુધારાની ચાલ જોવા મળી હતી. દરમિયાનમાં ગ્રૂપે હિન્ડેનબર્ગના આરોપોને ખોટા ઠેરવવા માટે સ્વતંત્ર ઓડિટ કરાવવા ગ્રાન્ટ થોર્ન્ટનની નિમણૂક કરી હોવાના અહેવાલોને અફવા ગણાવ્યા છે. હિન્ડેનબર્ગ દ્વારા 24 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવેલા અહેવાલોને ખોટા ઠેરવવાનો અદાણી ગ્રૂપનો પ્રથમ પ્રયાસ સ્વતંત્ર ઓડિટનો હતો. રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર ઓફશોર ટેક્સ હેવન્સના અયોગ્ય ઉપયોગ અને સ્ટોકની હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જો કે, અદાણી એન્ટરપ્રાઇઝે BSEને એક નિવેદન જારી કરીને અહેવાલને માર્કેટ અફવા ગણાવ્યો હતો. 14મી ફેબ્રુઆરીએ રોઇટર્સે અહેવાલ આપ્યો હતો કે અદાણી ગ્રૂપે તેની કેટલીક કંપનીઓના સ્વતંત્ર ઓડિટ માટે એકાઉન્ટન્સી ફર્મ ગ્રાન્ટ થોર્ન્ટનની નિમણૂક કરી છે, જેથી તેના શેરો અને બોન્ડ્સને નુકસાન પહોંચાડનારા શોર્ટ-સેલર હિન્ડેનબર્ગ રિસર્ચના દાવાઓને ખોટા ઠેરવી શકાય. 13 ફેબ્રુઆરીએ અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે તેની દરેક પોર્ટફોલિયો કંપનીઓની કંપનીની બેલેન્સ શીટ ખૂબ જ મજબૂત છે અને તે મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ અને સુરક્ષિત સંપત્તિ ધરાવે છે. SEBIએ પણ ખાતરી કરી હતી કે, તે હિન્ડેનબર્ગના અહેવાલની તેમજ અહેવાલ પ્રકાશિત થયા પહેલા અને પછી બજારની ગતિવિધિઓની તપાસ કરી રહી છે.
અદાણી ગ્રૂપના 10માંથી 6 શેર્સમાં સુધારાની ચાલ
કંપની | બંધ | +/-% |
ADANI WILMAR | 417.10 | +5.00 |
ADANI ENTER | 1796.30 | +1.00 |
ADANI PORT | 577.20 | +1.45 |
ADANI POWER | 147.90 | +4.97 |
NDTV | 207.05 | +4.99 |
AMBUJA CEM | 348.00 | +0.99 |
ADANI TRANS | 966.95 | -4.93 |
ADANI GREEN | 616.45 | -0.69 |
ADANI TOTAL | 1024.95 | -5.00 |
ACC | 1841.35 | -0.55 |