અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં સતત ત્રીજા દિવસે પણ સુધારાની ચાલ જારી રહેવા સાથે રોકાણકારોમાં પ્રોફીટ બુકીંગમાંથી સાવચેતી સાથે વેલ્યૂ બાઇંગનું વલણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ ગુરુવારે 44.42 પોઇન્ટના સુધારા સાથે 61319.51 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 20 પોઇન્ટના સુધારા સાથે 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ મહત્વની સપોર્ટ લેવલ જાળવી રાખવા સાથે 18035.85 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી 16 ફેબ્રુઆરીના રોજ સતત ત્રીજા સત્રમાં ઉછળ્યો હતો. નિફ્ટી 0.11% અથવા 20 પોઈન્ટ વધીને 18035.85 પર હતો. એડવાન્સ ડિક્લાઈન રેશિયો 1.29:1 ઉપર હતો ત્યારે પણ બ્રોડ માર્કેટ ઈન્ડાયસિસ લગભગ એક ટકા વધ્યા હતા, જે નિફ્ટી કરતાં પણ આગળ રહ્યા હતા. નિફ્ટી અપેક્ષા મુજબ ઉછળ્યો હતો, પરંતુ લાભને પકડી શક્યો ન હતો. 18135-17954 નજીકના ગાળામાં નિફ્ટી માટે નવો ટ્રેડિંગ બેન્ડ બની શકે છે.

SENSEX 3 દિવસમાં 888 પોઇન્ટ સુધર્યો

DateOpenHighLowClose
13/02/202360,652.8260,740.9560,245.0560,431.84
14/02/202360,550.2561,102.7460,550.2561,032.26
15/02/202360,990.0561,352.5560,750.3261,275.09
16/2/202361,275.0961,682.2561,196.7261,319.51

માર્કેટબ્રેડ્થ સ્ટેબલથી સુધારા તરફી

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ362518041659
સેન્સેક્સ301415